પરિમાણ નીકળે છે. જેમકે – ૨૦૦ – ૪૦૦ – ૮૦૦ – ૧૬૦૦ –
૩૨૦૦.
૨૮૪ પ્ર. પ્રત્યેક ગુણહાનિમાં પ્રથમાદિ સમયોમાં
દ્રવ્યનું પરિમાણ કેવી રીતે હોય છે?
ઉ. નિષેકહારને ચયથી ગુણવાથી પ્રત્યેક ગુણહાનિના
પ્રથમ સમયના દ્રવ્ય નીકળે છે, અને પ્રથમ સમયના
દ્રવ્યમાંથી એક એક ચય બાદ કરવાથી ઉત્તરોત્તર સમયોના
દ્રવ્યોનું પરિમાણ નીકળે છે. જેમકે – નિષેકહાર ૧૬ ને ચય
૩૨ થી ગુણવાથી પ્રથમ ગુણહાનિના પ્રથમ સમયના દ્રવ્ય
૫૧૨ થાય છે. અને ૫૧૨ માંથી એક એક ચય અથવા
બત્રીશ બત્રીશ બાદ કરવાથી બીજા સમયના દ્રવ્યોનું
પરિમાણ ૪૮૦, ત્રીજા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૪૮,
ચોથા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૧૬, પાંચમાં સમયના
દ્રવ્યોનું પરિમાણ ૩૮૪, છઠ્ઠા સમયના દ્રવ્યોનું પરિમાણ
૩૫૨, સાતમાં સમયના દ્રવ્યોનું પરિમાણ ૩૨૦ અને
આઠમાં સમયનાં દ્રવ્યોનાં પરિમાણ ૨૮૮ નીકળે છે. એવી
રીતે દ્વિતીયાદિક ગુણહાનિઓમાં પણ પ્રથમાદિ સમયોના
દ્રવ્યોનું પરિમાણ કાઢી લેવું.
૨૮૫ પ્ર. નિષેકહાર કોને કહે છે?
ઉ. ગુણહાનિઆયામથી બમણા પરિમાણને
નિષેકહાર કહે છે. જેમકેઃ – ગુણહાનિ આયામ ૮ થી
બમણા ૧૬ ને નિષેકહાર કહે છે.
૨૮૬ પ્ર. ચય કોને કહે છે?
ઉ. શ્રેણી વ્યવહાર ગણિતમાં સમાન હાનિ અથવા
સમાન વૃદ્ધિના પરિમાણને ચય કહે છે.
૨૮૭ પ્ર. આ પ્રકરણમાં ચયનું પરિમાણ કાઢવાની
કઈ રીત છે?
ઉ. નિષેકહારમાં એક અધિક ગુણહાનિ આયામનું
પ્રમાણ જોડીને અર્ધા કરવાથી જે લબ્ધ આવે, તેને
ગુણહાનિઆયામથી ગુણ્યા કરવી, એવી રીતે ગુણવાથી જે
ગુણનફળ (ગુણાકાર) થાય. તેનો ભાગ વિવક્ષિત
ગુણહાનિના દ્રવ્યમાં ઉમેરવાથી વિવક્ષિત ગુણહાનિના ચયનું
પરિમાણ નીકળે છે.
જેમકે – નિષેકહાર ૧૬માં એક અધિક ગુણહાનિ
આયામ ૯ ઉમેરવાથી ૨૫ થયા. પચીશના અર્ધા ૧૨।। ને
૬૬ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૬૭