૨૯૨ પ્ર. કારણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – એક સમર્થ કારણ અને બીજું
અસમર્થ કારણ.
૨૯૩ પ્ર. સમર્થ કારણ કોને કહે છે?
ઉ. પ્રતિબંધનો અભાવ તથા સહકારી સમસ્ત
સામગ્રીઓના સદ્ભાવને સમર્થ કારણ કહે છે. સમર્થ
કારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે.
૨૯૪ પ્ર. અસમર્થ કારણ કોને કહે છે?
ઉ. ભિન્નભિન્ન પ્રત્યેક સામગ્રીને અસમર્થ કારણ
કહે છે. અસમર્થ કારણ કાર્યનું નિયામક નથી.
૨૯૫ પ્ર. સહકારી સામગ્રીના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – એક નિમિત્તકારણ, બીજું
ઉપાદાનકારણ.
૨૯૬ પ્ર. નિમિત્તકારણ કોને કહે છે?
ઉ. સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની
ઉત્પત્તિમાં સહાયક ( અનુકુળ) હોવાનો જેના ઉપર આરોપ
આવે છે તે પદાર્થને નિમિત્તકારણ કહે છે. જેમકે – ઘડાની
ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર, આદિ.
૨૯૭ પ્ર. ઉપાદાનકારણ કોને કહે છે?
ઉ. + (૧) જે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે, તેને
ઉપાદાનકારણ કહે છે. જેમકે – ઘડાની ઉત્પત્તિમાં માટી, (૨)
અનાદિકાળથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલી રહ્યો છે,
તેમાં અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય ઉપાદાન કારણ છે. અને
અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે, (૩) તે સમયની
પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ અને તે પર્યાય કાર્ય.
ઉપાદાનકારણ તે જ ખરું કારણ છે.
૨૯૮ પ્ર. દ્રવ્યબંધ કોને કહે છે?
ઉ. કાર્માણસ્કંધરૂપ પુદ્ગલદ્રવ્યમાં આત્માની સાથે
સંબંધ થવાની શક્તિને દ્રવ્યબંધ કહે છે.
૨૯૯ પ્ર. ભાવબંધ કોને કહે છે?
ઉ. આત્માના યોગકષાયરૂપ ભાવોને ભાવબંધ કહે
છે.
૭૦ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૭૧
+ (૧) આપ્તમીમાંસા. ગા – ૭૧-૭૨ – ટીકા (૨) આપ્તમીમાંસા
– ગાથા ૫૮ની ટીકા (૩) પંચાધ્યાયી – અ – ૧ – ગાથા. ૭૩૨
નંબર (૧) દ્રવ્યાર્થિકનયે છે; (૨) અને (૩) પર્યાયાર્થિક નયે છે.