તે યોગ જો કોઈ કષાય વિશેષથી અનુરંજિત હોય તો
અન્યાન્ય પ્રકૃતિઓનો પણ બંધ કરે છે.
૩૦૮ પ્ર. પ્રકૃતિબંધના કારણત્વની અપેક્ષાથી
આસ્રવના કેટલા ભેદ છે?
ઉ. પાંચ ભેદ છેઃ – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ,
કષાય અને યોગ.
૩૦૯ પ્ર. મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી અદેવમાં (કુદેવમાં)
દેવબુદ્ધિ, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, અધર્મ (કુધર્મ)માં ધર્મબુદ્ધિ,
ઇત્યાદિ વિપરીતાભિનિવેશરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ
કહે છે.
૩૧૦ પ્ર. મિથ્યાત્વના કેટલા ભેદ છે?
ઉ. પાંચ ભેદ છેઃ – એકાંતિક મિથ્યાત્વ, વિપરીત
મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને
વૈનયિક મિથ્યાત્વ.
૩૧૧ પ્ર. એકાંતિક મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને
સર્વથા એક જ ધર્મવાળો માનવો તે. જેમકે આત્માને સર્વથા
ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે.
૩૧૨ પ્ર. વિપરીત મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. આત્માનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધું માને
તેને એટલે કે તેથી ઊંધી રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે;
જેમકે શરીરને આત્મા માને, સગ્રંથને નિર્ગ્રંથ માને, કેવળીના
સ્વરૂપને વિપરીતપણે માને.
૩૧૩ પ્ર. સાંશયિક મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે
પરવસ્તુના કાર્યનો કર્તા થતો હશે, એ વગેરે પ્રકારે સંશય
રહેવો તે.
૩૧૪ પ્ર. અજ્ઞાનિક મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદ્ભાવ ન
હોય, તેને અજ્ઞાનિકમિથ્યાત્વ કહે છે. જેમકે – પશુ વધને
અથવા પાપને ધર્મ સમજવો.
૩૧૫ પ્ર. વૈનયિક મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું
૭૪ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૭૫