માનવું, તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે.
૩૧૬ પ્ર. અવિરતિ કોને કહે છે?
ઉ. હિંસાદિક પાપોમાં તથા ઇન્દ્રિય અને મનના
વિષયોમાં પ્રવૃત્તિ થવાને અવિરતિ કહે છે.
૩૧૭ પ્ર. અવિરતિના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ ભેદ છે – અનંતાનુબંધી કષાયોદયજનિત,
અપ્રત્યાખ્યાનાવરણ, કષાયોદયજનિત અને પ્રત્યાખ્યાનાવરણ
કષાયોદયજનિત.
૩૧૮ પ્ર. પ્રમાદ કોને કહે છે?
ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયથી
નિરતિચાર ચારિત્ર પાળવામાં અનુત્સાહને તથા સ્વરૂપની
અસાવધાનતાને પ્રમાદ કહે છે.
૩૧૯ પ્ર. પ્રમાદના કેટલા ભેદ છે?
ઉ. પંદર ભેદ છેઃ – વિકથા ૪ (સ્ત્રીકથા, રાષ્ટ્રકથા,
ભોજનકથા, રાજકથા), કષાય ૪ (સંજ્વલનના તીવ્ર
ઉદયજનિત ક્રોધ, માન, માયા, લોભ), ઇન્દ્રિયોના વિષય ૫,
નિદ્રા એક અને સ્નેહ એક – એમ પંદર પ્રમાદ છે.
૩૨૦ પ્ર. કષાય કોને કહે છે?
ઉ. સંજ્વલન અને નોકષાયના મંદ ઉદયથી
પ્રાદુર્ભૂત આત્માના પરિણામવિશેષને કષાય કહે છે.
૩૨૧ પ્ર. યોગ કોને કહે છે?
ઉ. મનોવર્ગણા અથવા કાયવર્ગણા (આહારવર્ગણા
તથા કાર્માણવર્ગણા) અને વચનવર્ગણાના અવલંબનથી કર્મ,
નોકર્મને ગ્રહણ કરવાની શક્તિવિશેષને યોગ કહે છે.
૩૨૨ પ્ર. યોગના કેટલા ભેદ છે?
ઉ. પંદર ભેદ છે – મનોયોગ ૪ (સત્ય મનોયોગ,
અસત્ય મનોયોગ, ઉભય મનોયોગ અને અનુભય
મનોયોગ), કાયયોગ ૭ (ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયક,
વૈક્રયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્માણ),
વચનયોગ ૪ (સત્યવચનયોગ, અસત્યવચનયોગ,
ઉભયવચનયોગ, અનુભયવચનયોગ).
૩૨૩ પ્ર. મિથ્યાત્વની પ્રધાનતાથી કઈ કઈ
પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. મિથ્યાત્વની પ્રધાનતાથી ૧૬ પ્રકૃતિઓનો બંધ
૭૬ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૭૭