૩૩૪ પ્ર. એ બન્ને પ્રકારના આસ્રવોના સ્વામી કોણ
છે?
ઉ. સાંપરાયિક આસ્રવનો સ્વામી કષાયસહિત અને
ઇર્યાપથ આસ્રવનો સ્વામી કષાયરહિત આત્મા થાય છે.
૩૩૫ પ્ર. પુણ્યાસ્રવ અને પાપાસ્રવનું કારણ શું છે?
ઉ. શુભયોગથી પુણ્યાસ્રવ અને અશુભયોગથી
પાપાસ્રવ થાય છે.
૩૩૬ પ્ર. શુભયોગ અને અશુભયોગ કોને કહે છે?
ઉ. શુભ પરિણામથી ઉત્પન્ન થયેલ યોગને શુભયોગ
કહે છે અને અશુભ પરિણામથી ઉત્પન્ન થયેલ યોગને
અશુભયોગ કહે છે.
૩૩૭ પ્ર. જે વખતે જીવને શુભયોગ થાય છે, તે
વખતે પાપપ્રકૃતિઓનો આસ્રવ થાય છે કે નહિ?
ઉ. થાય છે.
૩૩૮ પ્ર. જો જીવને પાપપ્રકૃતિઓનો આસ્રવ થાય
છે, તો શુભયોગ પાપાસ્રવનું પણ કારણ ઠર્યું?
ઉ. શુભયોગ પાપાસ્રવનું કારણ ઠરતું નથી; કારણ
કે જે વખતે જીવમાં શુભયોગ થાય છે તે વખતે પુણ્ય
પ્રકૃતિઓમાં સ્થિતિ – અનુભાગ અધિક પડે છે, અને પાપ
પ્રકૃતિઓમાં ઓછાં પડે છે. તેવી જ રીતે જ્યારે અશુભયોગ
થાય છે ત્યારે પાપ પ્રકૃતિઓમાં સ્થિતિ – અનુભવ અધિક પડે
છે અને પુણ્ય પ્રકૃતિઓમાં ઓછાં. દશાધ્યાય તત્ત્વાર્થસૂત્રના
છઠ્ઠા અધ્યાયમાં જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓના આસ્રવના કારણ
જે તત્પ્રદોષનિહ્નવાદિક કહેલાં છે, તેનો અભિપ્રાય એ છે કે
તે તે ભાવોથી તે તે પ્રકૃતિઓમાં સ્થિતિ, અનુભાગ અધિક
અધિક પડે છે. બીજું જે જ્ઞાનાવરણાદિક પાપપ્રકૃતિઓના
આસ્રવ દશમા ગુણસ્થાન સુધી સિદ્ધાન્તશાસ્ત્રમાં કહ્યા છે.
તેમાં વિરોધ આવશે અથવા ત્યાં શુભયોગના અભાવનો
પ્રસંગ આવશે; કારણ કે શુભયોગ દશમા ગુણસ્થાનથી
પહેલાં પહેલાં જ થાય છે.
બીજો અધ્યાય સમાપ્તઃ
✽
૮૨ ][ અધ્યાયઃ ૨શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૮૩