Jain Siddhant Praveshika (Gujarati). Trijo Adhyay.

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 110

 

background image
ત્રીજો અધયાય
૩૩૯ પ્ર. જીવના અસાધારણ ભાવ કેટલા છે?
ઉ. પાંચ છેઃઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક,
ઔદયિક અને પારિણામિક.
૩૪૦ પ્ર. ઔપશમિકભાવ કોને કહે છે?
ઉ. કોઈ કર્મોના ઉપશમથી થાય, તેને ઔપશમિક-
ભાવ કહે છે.
૩૪૧ પ્ર. ક્ષાયિકભાવ કોને કહે છે?
ઉ. કર્મોનો સર્વથા નાશ થવાથી આત્માનો અત્યંત
શુદ્ધભાવ થઈ જાય છે, તેને ક્ષાયિકભાવ કહે છે.
૩૪૨ પ્ર. ક્ષાયોપશમિકભાવ કોને કહે છે?
ઉ. જે કર્મોના ક્ષયોપશમથી થાય, તેને
ક્ષાયોપશમિકભાવ કહે છે.
૩૪૩ પ્ર. ઔદયિકભાવ કોને કહે છે?
ઉ. કર્મોનો ઉદય આવવાથી અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવરૂપ નિમિત્તથી કર્મ જ્યારે પોતાનું ફળ આપે છે,
તેને ઉદય કહે છે. કર્મોના ઉદયથી જે આત્માનો ભાવ થાય
છે, તેને ઔદયિકભાવ કહે છે.
૩૪૪ પ્ર. પારિણામિકભાવ કોને કહે છે?
ઉ. જે કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, અથવા
ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો સ્વભાવ માત્ર હોય,
તેને પારિણામિકભાવ કહે છે.
૩૪૫ પ્ર. ઔપશમિકભાવના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃસમ્યક્ત્વભાવ અને ચારિત્રભાવ.
૩૪૬ પ્ર. ક્ષાયિકભાવના કેટલા ભેદ છે?
ઉ. નવભેદ છેઃક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષાયિકચારિત્ર,
ક્ષાયિકદર્શન, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ,
ક્ષાયિકભોગ, ક્ષાયિકઉપભોગ અને ક્ષાયિકવીર્ય.
૩૪૭ પ્ર. ક્ષાયોપશમિકભાવના કેટલા ભેદ છે?
ઉ. ૧૮ છેઃસમ્યક્ત્વ, ચારિત્ર, ચક્ષુદર્શન,
અચક્ષુદર્શન, અવધિદર્શન, દેશસંયમ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન,
અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન,
કુઅવધિજ્ઞાન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય.
શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૮૫