૩૪૮ પ્ર. ઔદયિકભાવ કેટલા છે?
ઉ. ૨૧ છેઃ – ગતિ ૪, કષાય ૪, લિંગ ૩,
મિથ્યાદર્શન ૧, અજ્ઞાન ૧, અસંયમ ૧, અસિદ્ધત્વ ૧,
લેશ્યા ૬, (પીત, પદ્મ, શુક્લ, કૃષ્ણ, નીલ, કાપોત)
૩૪૯ પ્ર. પારિણામિકભાવ કેટલા છે?
ઉ. ત્રણ છેઃ – જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ.
૩૫૦ પ્ર. લેશ્યા કોને કહે છે?
ઉ. કષાયના ઉદયથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિને
ભાવલેશ્યા કહે છે અને શરીરના પીત પદ્માદિવર્ણોને
દ્રવ્યલેશ્યા કહે છે.
૩૫૧ પ્ર. ઉપયોગ કોને કહે છે?
ઉ. જીવના લક્ષણરૂપ ચૈતન્યાનુવિધાયી પરિણામને
ઉપયોગ કહે છે.
૩૫૨ પ્ર. ઉપયોગના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ.
૩૫૩ પ્ર. દર્શનોપયોગના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃ – ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન
અને કેવળદર્શન.
૩૫૪ પ્ર. જ્ઞાનોપયોગના કેટલા ભેદ છે?
ઉ. આઠ છેઃ – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને
કુઅવધિજ્ઞાન.
૩૫૫ પ્ર. સંજ્ઞા કોને કહે છે?
ઉ. અભિલાષાને (વાંચ્છાને) સંજ્ઞા કહે છે.
૩૫૬ પ્ર. સંજ્ઞાના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃ – આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ.
૩૫૭ પ્ર. માર્ગણા કોને કહે છે?
ઉ. જે જે ધર્મવિશેષોથી જીવોનું અન્વેષણ (શોધ)
કરાય, તે તે ધર્મવિશેષોને માર્ગણા કહે છે.
૩૫૮ પ્ર. માર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. ૧૪ છેઃ – ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય,
જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞિત્વ,
આહાર.
૮૬ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૮૭