નિર્વૃત્તિનો ઉપકાર કરે, તેને બાહ્યોપકરણ કહે છે.
૩૭૨ પ્ર. ભાવેન્દ્રિય કોને કહે છે?
ઉ. લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહે છે.
૩૭૩ પ્ર. લબ્ધિ કોને કહે છે?
ઉ. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમને લબ્ધિ કહે છે.
૩૭૪ પ્ર. ઉપયોગ કોને કહે છે?
ઉ. ક્ષયોપશમ હેતુવાળા ચેતનાના પરિણામવિશેષને
ઉપયોગ કહે છે.
૩૭૫ પ્ર. દ્રવ્યેન્દ્રિયના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છેઃ – સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર.
૩૭૬ પ્ર. સ્પર્શન ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા આઠ પ્રકારના સ્પર્શો (શીત, ઉષ્ણ,
રુક્ષ, ચિકણાં, કઠોર, કોમલ, હલકા, ભારે)નું જ્ઞાન થાય,
તેને સ્પર્શેન્દ્રિય કહે છે.
૩૭૭ પ્ર. રસના ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા પાંચ પ્રકારના (તીખો, કડવો, કષાયેલો,
ખાટો, મીઠો) રસોના સ્વાદનું જ્ઞાન થાય, તેને રસનેન્દ્રિય
કહે છે.
૩૭૮ પ્ર. ઘ્રાણેન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા બે પ્રકારની ગંધ (સુગંધ અને દુર્ગંધ)નું
જ્ઞાન થાય, તેને ઘ્રાણેન્દ્રિય કહે છે.
૩૭૯ પ્ર. ચક્ષુરિન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા પાંચ પ્રકારના વર્ણોનું (ધોળો, પીળો,
લીલો, લાલ અને કાળા રંગનું) જ્ઞાન થાય, તેને ચક્ષુરિન્દ્રિય
કહે છે.
૩૮૦ પ્ર. શ્રોત ઇન્દ્રિય કોને કહે છે?
ઉ. જે દ્વારા સાત પ્રકારના સ્વરોનું જ્ઞાન થાય, તેને
શ્રોત્રેન્દ્રિય કહે છે.
૩૮૧ પ્ર. ક્યા ક્યા જીવોને કઈ કઈ ઇન્દ્રિયો હોય
છે?
ઉ. પૃથ્વી, અપ્, તેજ, વાયુ અને વનસ્પતિ એ
જીવોને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. કરમીયા વગેરે
જીવોને સ્પર્શન અને રસના બે ઇન્દ્રિયો હોય છે. કીડી
૯૦ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૯૧