વગેરે જીવોને સ્પર્શન, રસના અને ઘ્રાણ (નાક) એ ત્રણ
ઇન્દ્રિયો હોય છે. માખી, ભમરા વગેરે જીવોને સ્પર્શન,
રસના, નાક અને આંખો એ ચાર ઇન્દ્રિયો હોય છે. ઘોડા
આદિ ચારપગાં જનાવર – પશુ, મનુષ્ય, દેવ અને નારકી
જીવોને સ્પર્શન, જીભ, નાક, આંખો અને કાન એ પાંચે
ઇન્દ્રિયો હોય છે.
૩૮૨ પ્ર. કાય કોને કહે છે?
ઉ. ત્રસ, સ્થાવર, નામકર્મના ઉદયથી આત્માના
પ્રદેશ પ્રચય (સમૂહ)ને કાય કહે છે.
૩૮૩ પ્ર. ત્રસ કોને કહે છે?
ઉ. ત્રસનામા નામકર્મના ઉદયથી દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય,
ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જન્મ લેવાવાળા જીવોને ત્રસ
કહે છે.
૩૮૪ પ્ર. સ્થાવર કોને કહે છે?
ઉ. સ્થાવરનામા નામકર્મના ઉદયથી પૃથ્વી, અપ્,
તેજ, વાયુ અને વનસ્પતિમાં જન્મ લેવાવાળા જીવોને સ્થાવર
કહે છે.
૩૮૫ પ્ર. બાદર કોને કહે છે?
ઉ. પૃથ્વી આદિથી જે રોકાઈ જાય અથવા બીજાને
રોકે, તેને બાદર કહે છે.
૩૮૬ પ્ર. સૂક્ષ્મ કોને કહે છે?
ઉ. જે પોતે પૃથ્વી આદિકથી રોકાય નહિ અને
બીજા પદાર્થોને રોકે નહિ, તેને સૂક્ષ્મ કહે છે.
૩૮૭ પ્ર. વનસ્પતિના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – પ્રત્યેક અને સાધારણ.
૩૮૮ પ્ર. પ્રત્યેક વનસ્પતિ કોને કહે છે?
ઉ. એક શરીરનો જે એક જ સ્વામી હોય, તેને
પ્રત્યેક વનસ્પતિ કહે છે.
૩૮૯ પ્ર. સાધારણ વનસ્પતિ કોને કહે છે?
ઉ. જે જીવોના આહાર શ્વાસોચ્છ્વાસ, આયુ અને
કાય એ સાધારણ (સમાન અથવા એક), તેને સાધારણ
વનસ્પતિ કહે છે. જેમકેઃ – કંદમૂલાદિક.
૩૯૦ પ્ર. પ્રત્યેક વનસ્પતિના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત
પ્રત્યેક.
૯૨ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૯૩