૩૯૧ પ્ર. સપ્રતિષ્ઠિત પ્રત્યેક કોને કહે છે?
ઉ. જે પ્રત્યેક વનસ્પતિના આશ્રય અનેક સાધારણ
વનસ્પતિ શરીર હોય, તેને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ કહે છે.
૩૯૨ પ્ર. અપ્રતિષ્ઠિત પ્રત્યેક કોને કહે છે?
ઉ. જે પ્રત્યેક વનસ્પતિને આશ્રય કોઈપણ સાધારણ
વનસ્પતિ ન હોય, તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે.
૩૯૩ પ્ર. સાધારણ વનસ્પતિ સપ્રતિષ્ઠિત પ્રત્યેક
વનસ્પતિમાં જ હોય છે કે કોઈ બીજીમાં હોય છે?
ઉ. પૃથ્વી, અપ્, તેજ, વાયુ, કેવળીભગવાન,
આહારક શરીર, દેવ, નારકી એ આઠે સિવાય સર્વ સંસારી
જીવોના શરીર સાધારણ અર્થાત્ નિગોદનો આશ્રય છે.
૩૯૪ પ્ર. સાધારણ વનસ્પતિના (નિગોદના) કેટલા
ભેદ છે?
ઉ. બે ભેદઃ – નિત્યનિગોદ અને ઇતરનિગોદ.
૩૯૫ પ્ર. નિત્યનિગોદ કોને કહે છે?
ઉ. જેણે કોઈ વખત પણ નિગોદ સિવાય બીજી
પર્યાય પ્રાપ્ત કરી નથી અથવા કદી નિગોદ સિવાય બીજી
પર્યાય પ્રાપ્ત કરશે પણ નહિ, તેને નિત્યનિગોદ કહે છે.
૩૯૬ પ્ર. ઇતરનિગોદ કોને કહે છે?
ઉ. જે નિગોદથી નીકળીને બીજા પર્યાય પ્રાપ્ત કરી
ફરીને નિગોદમાં ઉત્પન્ન થાય, તેને ઇતરનિગોદ કહે છે.
૩૯૭ પ્ર. બાદર અને સૂક્ષ્મ ક્યા ક્યા જીવ છે?
ઉ. પૃથ્વી, અપ્, તેજ, વાયુ, નિત્યનિગોદ,
ઇતરનિગોદ – એ છ બાદર અને સૂક્ષ્મ બન્ને પ્રકારના હોય
છે. બાકીના સર્વે જીવ બાદર જ હોય છે. સૂક્ષ્મ હોતા નથી.
૩૯૮ પ્ર. યોગ કોને કહે છે?
ઉ. પુદ્ગલવિપાકી શરીર અને અંગોપાંગનામા
નામકર્મના ઉદયથી મનોવર્ગણા તથા વચનવર્ગણા તથા
કાયવર્ગણાના અવલંબનથી, કર્મ – નોકર્મને ગ્રહણ કરવાની
જીવની શક્તિવિશેષને ભાવયોગ કહે છે. તે જ ભાવયોગના
નિમિત્તથી આત્મપ્રદેશના પરિસ્પંદનને (ચંચલ હોવાને)
દ્રવ્યયોગ કહે છે.
૩૯૯ પ્ર. યોગના કેટલા ભેદ છે?
ઉ. પંદર છેઃ – મનોયોગ ૪, વચનયોગ ૪ અને
કાયયોગ ૭.
૯૪ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૯૫