૪૦૦ પ્ર. વેદ કોને કહે છે?
ઉ. નોકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવની મૈથુન
કરવાની અભિલાષાને ભાવવેદ કહે છે; અને નામકર્મના
ઉદયથી આવિર્ભૂત જીવના ચિહ્ન વિશેષને દ્રવ્યવેદ કહે છે.
૪૦૧ પ્ર. વેદના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃ – સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ.
૪૦૨ પ્ર. કષાય કોને કહે છે?
ઉ. જે આત્માના સમ્યક્ત્વ, દેશચારિત્ર,
સકલચારિત્ર અને યથાખ્યાતચારિત્રરૂપ પરિણામોને ઘાતે તેને
કષાય કહે છે.
૪૦૩ પ્ર. કષાયના કેટલા ભેદ છે?
ઉ. સોળ ભેદ છેઃ – અનંતાનુબંધી ૪,
અપ્રત્યાખ્યાનાવરણીય ૪, પ્રત્યાખ્યાનાવરણીય ૪ અને
સંજ્વલન ૪.
૪૦૪ પ્ર. જ્ઞાનમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળ તથા
કુમતિ, કુશ્રુત અને કુઅવધિ.
૪૦૫ પ્ર. સંયમ કોને કહે છે?
ઉ. અહિંસાદિક પાંચ વ્રત ધારણ કરવાને, ઇર્યાપથ
આદિ પાંચ સમિતિઓના પાળવાને, ક્રોધાદિકષાયોનો નિગ્રહ
કરવાને, મનોયોગાદિક ત્રણે યોગોને રોકવાને તથા સ્પર્શન
આદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોનો વિજય કરવાને સંયમ કહે છે.
૪૦૬ પ્ર. સંયમમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. સાત ભેદ છેઃ – સામાયિક, છેદોપસ્થાપન,
પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસામ્પરાય, યથાખ્યાત, સંયમાસંયમ
અને અસંયમ.
૪૦૭ પ્ર. દર્શનમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. ચાર ભેદ છેઃ – ચક્ષુદર્શન, અચક્ષુદર્શન,
અવધિદર્શન અને કેવળદર્શન.
૪૦૮ પ્ર. લેશ્યામાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. છ ભેદ છેઃ – કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ
અને શુક્લ.
૪૦૯ પ્ર. ભવ્યમાર્ગણાના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – ભવ્ય અને અભવ્ય.
૯૬ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૯૭