૧૦૦ ][ અધ્યાયઃ ૩
એક વાંકવાળી ગતિમાં બે સમય, લાંગલિકા ગતિમાં ત્રણ
સમય અને ગોમૂત્રિકા ગતિમાં ચાર લાગે છે.
૪૨૨ પ્ર. એ ગતિઓમાં અનાહારક અવસ્થા કેટલા
સમય સુધી રહે છે?
ઉ. ૠજુગતિવાળો જીવ અનાહારક હોતો નથી.
પાણિમુક્તાગતિમાં એક સમય, લાંગલિકામાં બે સમય અને
ગોમૂત્રિકામાં ત્રણ સમય જીવ અનાહારક રહે છે.
૪૨૩ પ્ર. મોક્ષ જવાવાળા જીવને કઈ ગતિ થાય છે?
ઉ. ૠજુગતિ થાય છે. અને તે જીવ અનાહારક જ
થાય છે.
૪૨૪ પ્ર. જન્મ કેટલા પ્રકારના હોય છે?
ઉ. ત્રણ પ્રકારનાઃ – ઉપપાદજન્મ, ગર્ભજન્મ અને
સંમૂર્ચ્છનજન્મ.
૪૨૫ પ્ર. ઉપપાદજન્મ કોને કહે છે?
ઉ. જે જીવ દેવોની ઉપપાદ શય્યા તથા નારકીઓના
યોનિસ્થાનમાં પહોંચતાં જ અંતર્મુહૂર્તમાં યુવાવસ્થાને પ્રાપ્ત
થઈ જાય, તે જન્મને ઉપપાદ જન્મ કહે છે.
૪૨૬ પ્ર. ગર્ભજન્મ કોને કહે છે?
ઉ. માતા-પિતાના રજોવીર્યથી જેનું શરીર બને, તે
જન્મને ગર્ભજન્મ કહે છે.
૪૨૭ પ્ર. સંમૂર્ચ્છનજન્મ કોને કહે છે?
ઉ. માતા-પિતાની અપેક્ષા વિના અહીં તહીંના
પરમાણુઓને જ શરીરરૂપ પરિણમાવે, તેવા જન્મને
સંમૂર્ચ્છનજન્મ કહે છે.
૪૨૮ પ્ર. ક્યા ક્યા જીવને ક્યો ક્યો જન્મ થાય છે?
ઉ. દેવ, નારકી જીવોને ઉપપાદ જન્મ થાય છે.
જરાયુજ, અંડજ અને પોત (જે યોનિમાંથી નીકળતાંની સાથે
જ ભાગવા, દોડવા લાગી જાય છે અને જેના ઉપર ઓર
વગેરે હોતી નથી તે) જીવોને ગર્ભજન્મ થાય છે. અને
બાકીના જીવોને સંમૂર્ચ્છન જન્મ જ થાય છે.
૪૨૯ પ્ર. ક્યા ક્યા જીવોને ક્યા ક્યા લિંગ હોય છે?
ઉ. નારકીજીવો અને સંમૂર્ચ્છન જીવોને નપુંસક
લિંગ હોય છે અને દેવોને પુલિંગ અને સ્ત્રીલિંગ હોય છે
અને બાકીના જીવોને ત્રણ લિંગ હોય છે.
શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૦૧