૪૩૦ પ્ર. જીવસમાસ કોને કહે છે?
ઉ. જીવોને રહેવાના ઠેકાણાને જીવસમાસ કહે છે.
૪૩૧ પ્ર. જીવસમાસના કેટલા ભેદ છે?
ઉ. ૯૮ છેઃ – તિર્યંચના ૮૫, મનુષ્યના ૯,
નારકીઓના ૨ અને દેવોના ૨.
૪૩૨ પ્ર. તિર્યંચના ૮૫ ભેદ ક્યા ક્યા છે?
ઉ. સંમૂર્ચ્છનના ૬૯ અને ગર્ભજના ૧૬.
૪૩૩ પ્ર. સંમૂર્ચ્છનના ૬૯ ભેદ ક્યા ક્યા છે?
ઉ. એકેન્દ્રિયના ૪૨, વિકલત્રયના ૯ અને
પંચેન્દ્રિયના ૧૮.
૪૩૪ પ્ર. એકેન્દ્રિયના ૪૨ ભેદ ક્યા ક્યા છે?
ઉ. પૃથ્વી, અપ્, તેજ, વાયુ, નિત્યનિગોદ,
ઇતરનિગોદ એ છના બાદર અને સૂક્ષ્મની અપેક્ષાથી ૧૨
તથા સપ્રતિષ્ઠિતપ્રત્યેક અને અપ્રતિષ્ઠિતપ્રત્યેકને ઉમેરવાથી
૧૪ થાય છે. તે ચૌદના પર્યાપ્તક, નિર્વૃત્યપર્યાપ્તક અને
લબ્ધપર્યાપ્તક એ ત્રણેની અપેક્ષાએ ૪૨ જીવસમાસ થાય
છે.
૪૩૫ પ્ર. વિકલત્રયના ૯ ભેદ ક્યા ક્યા છે?
ઉ. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પર્યાપ્તક,
નિર્વૃત્યપર્યાપ્તકની અને લબ્ધ્યપર્યાપ્તકની અપેક્ષાએ નવ ભેદ
થાય.
૪૩૬ પ્ર. સંમૂર્ચ્છન પંચેન્દ્રિયના ૧૮ ભેદ ક્યા ક્યા
છે?
ઉ. જલચર, સ્થલચર, નભચર એ ત્રણેના સંજ્ઞી
અસંજ્ઞીની અપેક્ષાએ ૬ ભેદ થાય અને તે છના પર્યાપ્તક,
નિર્વૃત્યપર્યાપ્તક, લબ્ધ્યપર્યાપ્તકની અપેક્ષાએ ૧૮ જીવસમાસ
થાય છે.
૪૩૭ પ્ર. ગર્ભજ પંચેન્દ્રિયના ૧૬ ભેદ ક્યા ક્યા
છે?
ઉ. કર્મભૂમિના ૧૨ અને ભોગભૂમિના ૪.
૪૩૮ પ્ર. કર્મભૂમિના ૧૨ ભેદ ક્યા ક્યા છે?
ઉ. જલચર, સ્થલચર, નભચર એ ત્રણેના સંજ્ઞી,
અસંજ્ઞીના ભેદથી છ ભેદ થયા અને તેના પર્યાપ્તનિર્વૃત્ય –
પર્યાપ્તકની અપેક્ષાએ બાર ભેદ થયા.
૧૦૨ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૦૩