૪૩૯ પ્ર. ભોગભૂમિના ચાર ભેદ ક્યા ક્યા છે?
ઉ. સ્થલચર અને નભચર એના પર્યાપ્તક અને
નિર્વૃત્યપર્યાપ્તકની અપેક્ષાએ ચાર ભેદ થયા, ભોગભૂમિમાં
અસંજ્ઞીતિર્યંચ થતા નથી.
૪૪૦ પ્ર. મનુષ્યોના નવ ભેદ ક્યા ક્યા છે?
ઉ. આર્યખંડ, મ્લેચ્છખંડ, ભોગભૂમિ અને
કુભોગભૂમિ એ ચારે ગર્ભજોના પર્યાપ્તક, નિર્વૃત્યપર્યાપ્તકની
અપેક્ષા આઠ થયા. તેમાં સંમૂર્ચ્છન મનુષ્યનો લબ્ધ્યપર્યાપ્તક
ભેદ ઉમેરવાથી નવ ભેદ થાય છે.
૪૪૧ પ્ર. નારકીઓના બે ભેદ ક્યા ક્યા છે?
ઉ. પર્યાપ્તક અને નિર્વૃત્ત્યપર્યાપ્તક.
૪૪૨ પ્ર. દેવોના બે ભેદ ક્યા ક્યા છે?
ઉ. પર્યાપ્તક અને નિર્વૃત્યપર્યાપ્તક.
૪૪૩ પ્ર. દેવોના વિશેષ ભેદ ક્યા ક્યા છે?
ઉ. ચાર છેઃ – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને
વૈમાનિક.
૪૪૪ પ્ર. ભવનવાસી દેવના કેટલા ભેદ છે?
ઉ. દશ છેઃ – અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુત-
કુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્તનિતકુમાર,
ઉદધિકુમાર, દીપકુમાર, દિક્કુમાર.
૪૪૫ પ્ર. વ્યંતર દેવોના કેટલા ભેદ છે?
ઉ. આઠ ભેદ છેઃ – કિન્નર, કિંપુરુષ, મહોરગ,
ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ.
૪૪૬ પ્ર. જ્યોતિષ્ક દેવોના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છેઃ – સૂર્ય, ચન્દ્રમા, ગ્રહ, નક્ષત્ર અને તારા.
૪૪૭ પ્ર. વૈમાનિક દેવોના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃ – કલ્પોપપન્ન અને કલ્પાતીત.
૪૪૮ પ્ર. કલ્પોપપન્ન કોને કહે છે?
ઉ. જેમાં ઇન્દ્રાદિકોની કલ્પના હોય, તેને
કલ્પોપપન્ન કહે છે.
૪૪૯ પ્ર. કલ્પાતીત કોને કહે છે?
ઉ. જેમાં ઇન્દ્રાદિકોની કલ્પના ન હોય, તેને
કલ્પાતીત કહે છે.
૧૦૪ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૦૫