૪૫૦ પ્ર. કલ્પોપપન્ન દેવોના કેટલા ભેદ છે?
ઉ. સોળઃ – ૧ સૌધર્મ, ૨ ઐશાન, ૩ સાનત્કુમાર,
૪ માહેન્દ્ર, ૫ બ્રહ્મ, ૬ બ્રહ્મોત્તર, ૭ લાંતવ, ૮ કાપિષ્ટ,
૯ શુક્ર, ૧૦ મહાશુક્ર, ૧૧ સતાર, ૧૨ સહસ્રાર, ૧૩
આનત, ૧૪ પ્રાણત, ૧૫ આરણ અને ૧૬ અચ્યુત.
૪૫૧ પ્ર. કલ્પાતીત દેવોના કેટલા ભેદ છે?
ઉ. ૨૩ છેઃ – નવ ગ્રૈવેયક, નવ અનુદિશ, પાંચ
પંચોત્તર (વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને
સર્વાર્થસિદ્ધ).
૪૫૨ પ્ર. નારકીઓના વિશેષ ભેદ કેટલા છે?
ઉ. પૃથ્વીઓની અપેક્ષાએ સાત ભેદ છે.
૪૫૩ પ્ર. સાત પૃથ્વીઓનાં નામ ક્યા ક્યા છે?
ઉ. રત્નપ્રભા (ધર્મા), શર્કરાપ્રભા (વંશા),
વાલુકાપ્રભા (મેઘા), પંકપ્રભા (અંજના), ધૂમપ્રભા
(અરિષ્ટા), તમઃપ્રભા (મઘવી), મહાતમઃપ્રભા (માધવી).
૪૫૪ પ્ર. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને રહેવાનું સ્થાન
ક્યાં છે?
ઉ. સર્વલોક.
૪૫૫ પ્ર. બાદર એકેન્દ્રિય જીવો ક્યાં રહે છે?
ઉ. બાદર એકેન્દ્રિય જીવ કોઈપણ આધારનું નિમિત્ત
પ્રાપ્ત કરીને નિવાસ કરે છે.
૪૫૬ પ્ર. ત્રસ જીવ ક્યાં રહે છે?
ઉ. ત્રસ જીવ ત્રસનાલીમાં જ રહે છે.
૪૫૭ પ્ર. વિકલત્રય જીવ ક્યાં રહે છે?
ઉ. વિકલત્રય જીવ કર્મ ભૂમિ અને અંતના અર્ધદ્વીપ
તથા અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં જ રહે છે.
૪૫૮ પ્ર. પંચેન્દ્રિય તિર્યંચ ક્યા ક્યા રહે છે?
ઉ. તિર્યક્લોકમાં રહે છે, પરંતુ જલચર તિર્યંચ
લવણ સમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના
સિવાય અન્ય સમુદ્રોમાં નથી.
૪૫૯ પ્ર. નારકી જીવો ક્યાં રહે છે?
ઉ. નારકી જીવો અધોલોકની સાત પૃથ્વીઓમાં
(નરકોમાં) રહે છે.
૧૦૬ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૦૭