૪૬૦ પ્ર. ભવનવાસી અને વ્યંતર દેવો ક્યાં રહે
છે?
ઉ. પહેલી પૃથ્વીના ખરભાગ અને પંકભાગમાં તથા
તિર્યંક્લોકમાં રહે છે.
૪૬૧ પ્ર. જ્યોતિષ્ક દેવ ક્યાં રહે છે?
ઉ. પૃથ્વીથી સાતસો નેવું યોજનની ઊંચાઈથી નવસો
યોજનની ઊંચાઈ સુધી એટલે એકસો દશ યોજન આકાશમાં
એક રાજુમાત્ર તિર્યક્ લોકમાં જ્યોતિષ્ક દેવ નિવાસ કરે છે.
૪૬૨ પ્ર. વૈમાનિક દેવ ક્યાં રહે છે?
ઉ. ઊર્ધ્વલોકમાં.
૪૬૩ પ્ર. મનુષ્ય ક્યાં રહે છે?
ઉ. નરલોકમાં.
૪૬૪ પ્ર. લોકના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃ – ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક.
૪૬૫ પ્ર. અધોલોક કોને કહે છે?
ઉ. મેરુપર્વતની નીચે સાત રાજુ અધોલોક છે.
૪૬૬ પ્ર. ઊર્ધ્વલોક કોને કહે છે?
ઉ. મેરુના ઉપર લોકના અંતપર્યંત ઊર્ધ્વલોક છે.
૪૬૭ પ્ર. મધ્યલોક કોને કહે છે?
ઉ. એક લાખ ચાલીશ યોજન મેરુની ઊંચાઈની
બરાબર મધ્યલોક છે.
૪૬૮ પ્ર. મધ્યલોકનું વિશેષ સ્વરૂપ શું છે?
ઉ. મધ્યલોકના અત્યંત મધ્યમાં એક લાખ યોજન
લાંબો પહોળો ગોળ (થાળીની માફક) જમ્બૂદ્વીપ છે.
જંબૂદ્વીપના મધ્યમાં એક લાખ યોજન ઊંચો સુમેરુ પર્વત
છે, જેનું એક હજાર જમીનની અંદર મૂળ છે, ૯૯ હજાર
યોજન પૃથ્વીના ઉપર છે અને ચાલીશ યોજનની ઊંચી
ચૂલિકા (ચોટી) છે. જંબૂદ્વીપના મધ્યમાં પૂર્વ-પશ્ચિમ તરફ
લાંબા છ કુલાચલ પર્વત પડેલા છે, જેનાથી જંબૂદ્વીપના
સાત ખંડ થઈ ગયા છે. તે સાતે ખંડોનાં નામ આવી રીતે
છે. ભરત, હૈમવત, હરિવર્ષ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને
ઐરાવત. વિદેહક્ષેત્રમાં મેરુથી ઉત્તર દિશામાં ઉત્તરકુરુ અને
૧.અહીં એક યોજન બે હજાર કોશનો જાણવો.
૧૦૮ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૦૯