Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 59 of 110

 

background image
દક્ષિણ દિશામાં દેવકુરુ છે. જંબૂદ્વીપની ચારે બાજુએ
ખાઈની માફક લપેટાયેલો બે લાખ યોજનનો પહોળો લવણ
સમુદ્ર છે. લવણ સમુદ્રને ચારે તરફથી લપેટાયેલો ચાર
લાખ યોજન પહોળો ધાતકીખંડ દ્વીપ છે.
આ ધાતકીખંડ દ્વીપમાં બે મેરુ પર્વત છે. અને
ક્ષેત્ર, કુલાચલાદિની સંપૂર્ણ રચના જંબૂદ્વીપથી બમણી છે.
ધાતકીખંડને ચારે તરફ લપેટાયેલો આઠ લાખ યોજનનો
પહોળો કાલોદધિ સમુદ્ર છે અને કાલોદધિ સમુદ્રને
લપેટાયેલો સોળ લાખ યોજન પહોળો પુષ્કરદ્વીપ છે.
પુષ્કરદ્વીપની મધ્યમાં કંકણના આકારે ગોળ અને પૃથ્વી પર
વિસ્તાર એક હજાર બાવીસ યોજન, મધ્યમાં સાતસો તેવીસ
યોજન, ઉપર ચારસો ચોવીસ યોજન અને ઉંચો સત્તરસો
એકવીસ યોજન અને જમીનની અંદર ચારસો ત્રીશ યોજન
ને એક કોશ જેની જડ છે (મૂળ છે), એવો માનુષોત્તર
નામનો પર્વત પડેલો છે. જેનાથી પુષ્કરદ્વીપના બે ખંડ થઈ
ગયા છે. પુષ્કરદ્વીપના પહેલા અર્ધા ભાગમાં જમ્બૂદ્વીપથી
બમણી બમણી અર્થાત્ ધાતકી ખંડદ્વીપની બરાબર બધી
રચના છે. જંબૂદ્વીપ, ધાતકી ખંડદ્વીપ અને પુષ્કરાર્ધદ્વીપ અને
લવણસમુદ્ર અને કાળોદધિ સમુદ્ર એટલા ક્ષેત્રને નરલોક કહે
છે. પુષ્કરદ્વીપથી આગળ પરસ્પર એક બીજાને લપેટાયેલા
બમણા બમણા વિસ્તારવાળા મધ્ય લોકના અંત સુધી દ્વીપ
અને સમુદ્ર છે.
પાંચ મેરુ સંબંધી પાંચ ભરતક્ષેત્ર, પાંચ
ઐરાવતક્ષેત્ર, દેવકુરુ અને ઉત્તરકુરુને છોડીને પાંચ
વિદેહક્ષેત્ર એવી રીતે સર્વે મળીને ૧૫ કર્મભૂમિ છે. પાંચ
હેમવત અને પાંચ હૈરણ્યવત એ દશ ક્ષેત્રોમાં જઘન્ય
ભોગભૂમિ છે. પાંચ હરિ અને પાંચ રમ્યક એ દશ ક્ષેત્રોમાં
મધ્યમ ભોગભૂમિ છે. અને પાંચ દેવકુરુ તથા પાંચ
ઉત્તરકુરુ એ દશ ક્ષેત્રોમાં ઉત્તમ ભોગભૂમિ છે. જ્યાં અસિ,
મસિ, કૃષિ, સેવા, શિલ્પ અને વાણિજ્ય એ છ કર્મોની
પ્રવૃત્તિ છે, તેને કર્મભૂમિ કહે છે.
જ્યાં એ છ કર્મોની પ્રવૃત્તિ હોતી નથી. તેને
ભોગભૂમિ કહે છે. મનુષ્યક્ષેત્રથી બહારના સમસ્ત દ્વીપોમાં
જઘન્ય ભોગભૂમિ જેવી રચના છે, પરંતુ અન્તિમ
સ્વયંભૂરમણ દ્વીપના ઉત્તરાર્દ્ધમાં તથા સમસ્ત સ્વયંભૂરમણ
સમુદ્રમાં અને ચારે ખુણાની પૃથ્વીઓમાં કર્મભૂમિ જેવી
૧૧૦ ][ અધ્યાયઃ ૩શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૧૧