અસલી કારણથી અસલી સુખ સંસારી જીવને મળતું નથી.
૪૭૨ પ્ર. સંસારી જીવને અસલી સુખ ક્યારે મળે
છે?
ઉ. સંસારી જીવને ખરું સુખ મોક્ષ થવાથી મળે છે.
૪૭૩ પ્ર. મોક્ષનું સ્વરૂપ શું છે?
ઉ. આત્માથી સમસ્ત ભાવકર્મ તથા દ્રવ્ય કર્મોના
વિપ્રમોક્ષને (અત્યંત વિયોગને) મોક્ષ કહે છે.
૪૭૪ પ્ર. તે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય ક્યો છે?
ઉ. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિર્જરા છે.
૪૭૫ પ્ર. સંવર કોને કહે છે?
ઉ. આસ્રવના નિરોધને સંવર કહે છે અર્થાત્ નવો
વિકાર અટકવો તથા અનાગત (નવીન) કર્મોનો આત્માની
સાથે સંબંધ ન થવાને સંવર કહે છે.
૪૭૬ પ્ર. નિર્જરા કોને કહે છે?
ઉ. આત્માને એકદેશવિકારનું ઘટવું તથા પૂર્વે
બાંધેલાં કર્મોથી સંબંધ છૂટવાને નિર્જરા કહે છે.
૪૭૭ પ્ર. સંવર અને નિર્જરા થવાનો ઉપાય શું છે?
ઉ. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ
ત્રણેની ઐક્યતા જ સંવર અને નિર્જરા થવાનો ઉપાય છે.
૪૭૮ પ્ર. એ ત્રણેની ઐક્યતા પૂર્ણ એક સાથે થાય
છે કે અનુક્રમથી થાય છે?
ઉ. અનુક્રમથી થાય છે.
૪૭૯ પ્ર. એ ત્રણેની પૂર્ણ ઐક્યતા થવાનો ક્રમ કેવી
રીતે છે?
ઉ. જેમ જેમ ગુણસ્થાન વધે છે તેમ જ એ ગુણો
પણ વધતા વધતા અંતમાં પૂર્ણ થાય છે.
૪૮૦ પ્ર. ગુણસ્થાન કોને કહે છે?
ઉ. મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ આત્માના ગુણોની
તારતમ્યતારૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાન કહે છે.
૪૮૧ પ્ર. ગુણસ્થાનના કેટલા ભેદ છે?
ઉ. ચૌદ ભેદ છેઃ – ૧ મિથ્યાત્વ, ૨ સાસાદન, ૩
મિશ્ર, ૪ અવિરતસમ્યગ્દ્રષ્ટિ, ૫ દેશવિરત, ૬ પ્રમત્તવિરત,
૧૧૪ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૧૫