Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 62 of 110

 

background image
૭ અપ્રમત્તવિરત, ૮ અપૂર્વકરણ, ૯ અનિવૃત્તિકરણ, ૧૦
સૂક્ષ્મસાંપરાય, ૧૧ ઉપશાંતમોહ, ૧૨ ક્ષીણમોહ, ૧૩
સયોગકેવલી, ૧૪ અયોગકેવલી એ ચૌદ ગુણસ્થાન છે.
૪૮૨ પ્ર. ગુણસ્થાનોનાં આ નામ પડવાનું કારણ શું
છે?
ઉ. ગુણસ્થાનોનાં આ નામ પડવાનું કારણ
મોહનીયકર્મ અને યોગ છે.
૪૮૩ પ્ર. ક્યા ક્યા ગુણસ્થાનનું ક્યું નિમિત્ત છે?
ઉ. આદિનાં ચાર ગુણસ્થાન તો દર્શનમોહનીય
કર્મના નિમિત્તથી છે. પાંચમા ગુણસ્થાનથી માંડીને બારમા
ગુણસ્થાન પર્યંત આઠ ગુણસ્થાન ચારિત્રમોહનીયકર્મના
નિમિત્તથી છે. અને તેરમું અને ચૌદમું ગુણસ્થાન યોગોના
નિમિત્તથી છે. ભાવાર્થઃ પહેલું મિથ્યાત્વગુણસ્થાન
દર્શનમોહનીયકર્મના ઉદયથી થાય છે તેમાં આત્માના
પરિણામ મિથ્યાત્વરૂપ થાય છે.
ચોથું ગુણસ્થાન દર્શનમોહનીયકર્મના ઉપશમ, ક્ષય
અથવા ક્ષયોપશમના નિમિત્તથી થાય છે. આ ગુણસ્થાનમાં
આત્માના સમ્યગ્દર્શન પર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે.
ત્રીજું ગુણસ્થાન સમ્યગ્મિથ્યાત્વ (મિશ્ર)
દર્શનમોહનીયકર્મના ઉદયથી સમ્યગ્મિથ્યાત્વરૂપ થાય છે.
આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્યગ્મિથ્યાત્વ અથવા
ઉભયરૂપ થાય છે.
પહેલા ગુણસ્થાનમાં ઔદયિકભાવ, ચોથા ગુણસ્થાનમાં
ઔપશમિક, ક્ષાયિક અથવા ક્ષાયોપશમિકભાવ અને ત્રીજા
ગુણસ્થાનમાં ઔદયિકભાવ થાય છે. પરંતુ બીજું ગુણસ્થાન
દર્શનમોહનીય કર્મની ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ
એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા
રાખતું નથી, તેથી અહીં દર્શનમોહનીયકર્મની અપેક્ષાથી
પરિણામિક ભાવ છે, કિન્તુ અનંતાનુબંધીરૂપ
ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં
ચારિત્રમોહનીયકર્મની અપેક્ષાથી ઔદયિકભાવ પણ કહી
શકાય છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી
સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યક્ત્વ નથી
અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી, તેથી મિથ્યાત્વ
અને સમ્યક્ત્વની અપેક્ષાથી અનુદયરૂપ છે.
૧૧૬ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૧૭