Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 63 of 110

 

background image
પાંચમા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાનસુધી (દેશવિરત,
પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ,
સૂક્ષ્મસાંપરાય) એ છ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના
ક્ષયોપશમથી થાય છે. તેથી આ ગુણસ્થાનોમાં ક્ષાયોપશમિક
ભાવ થાય છે. આ ગુણસ્થાનોમાં સમ્યક્ચારિત્ર પર્યાયની
અનુક્રમે વૃદ્ધિ થતી જાય છે.
અગિયારમું ઉપશાંતમોહ ગુણસ્થાન ચારિત્રમોહનીય
કર્મના ઉપશમથી થાય છે, તેથી અગિયારમા ગુણસ્થાનમા
ઔપશમિક ભાવ થાય છે. જોકે અહીં ચારિત્રમોહનીય
કર્મનો પૂર્ણતયા ઉપશમ થઈ ગયો છે, તોપણ યોગનો
સદ્ભાવ હોવાથી પૂર્ણ ચારિત્ર નથી. કેમકે
સમ્યક્ચારિત્રમોહનીયના લક્ષણમાં યોગ અને કષાયના
અભાવથી પૂર્ણ સમ્યક્ચારિત્ર થાય છે, એવું લખ્યું છે.
બારમું ક્ષીણમોહ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના
ક્ષયથી થાય છે, તેથી અહીં ક્ષાયિક ભાવ થાય છે. આ
ગુણસ્થાનમાં પણ અગિયારમા ગુણસ્થાનની માફક
સમ્યક્ચારિત્રની પૂર્ણતા નથી. સમ્યગ્જ્ઞાન ગુણ જોકે ચોથા
ગુણસ્થાનમાં જ પ્રગટ થઈ ચૂક્યો હતો. ભાવાર્થ
જોકે
આત્માના જ્ઞાનગુણનો ઉઘાડ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી
રહ્યો છે, તોપણ દર્શન મોહનીય કર્મનો ઉદય થવાથી તે
જ્ઞાન મિથ્યારૂપ હતું. પરંતુ ચોથા ગુણસ્થાનમાં જ્યારે
દર્શનમોહનીય કર્મના ઉદયનો અભાવ થઈ ગયો, ત્યારે તે
જ આત્માનો જ્ઞાનપર્યાય સમ્યગ્જ્ઞાન કહેવાવા લાગ્યો અને
પંચમાદિ ગુણસ્થાનોમાં તપશ્ચરણાદિના નિમિત્તથી અવધિ,
મનઃપર્યયજ્ઞાન પણ કોઈ કોઈ જીવને પ્રગટ થઈ જાય છે
તથાપિ કેવળજ્ઞાન થયા વિના સમ્યગ્જ્ઞાનની પૂર્ણતા થઈ
શકતી નથી, તેથી આ બારમા ગુણસ્થાન સુધી જોકે
સમ્યગ્દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે (કેમકે ક્ષાયિક સમ્યક્ત્વ
વગર ક્ષપકશ્રેણી ચઢાતી નથી અને ક્ષપકશ્રેણી વગર બારમા
ગુણસ્થાને જાય નહિ.) તોપણ સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર ગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી
અત્યારસુધી મોક્ષ થતો નથી.
તેરમું સયોગકેવળી ગુણસ્થાન યોગોના સદ્ભાવની
અપેક્ષાથી થાય છે, તેથી તેનું નામ સયોગ અને કેવળજ્ઞાનના
નિમિત્તથી સયોગ કેવળી છે. આ ગુણસ્થાનમાં સમ્યગ્જ્ઞાનની
પૂર્ણતા થઈ જાય છે, પરંતુ ચારિત્ર ગુણની પૂર્ણતા ન
હોવાથી, મોક્ષ થતો નથી.
૧૧૮ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૧૯