Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 64 of 110

 

background image
ચૌદમું અયોગકેવળી ગુણસ્થાન યોગોના અભાવની
અપેક્ષાએ છે, તેથી તેનું નામ અયોગકેવળી છે. આ
ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ
ત્રણે ગુણોની પૂર્ણતા થઈ જાય છે, તેથી મોક્ષ પણ હવે દૂર
રહ્યો નથી, અર્થાત્ અ, ઇ, ઉ, ૠ, લૃ, એ પાંચ હ્સ્વ
સ્વરોનો ઉચ્ચાર કરવામાં જેટલો વખત લાગે છે તેટલા જ
વખતમાં મોક્ષ થઈ જાય છે.
૪૮૪ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે?
ઉ. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી અતત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ
આત્માના પરિણામવિશેષને મિથ્યાત્વગુણસ્થાન કહે છે. આ
મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાવાળો જીવ વિપરીત શ્રદ્ધાન કરે
છે અને સાચા ધર્મ તરફ તેની રુચિ (પ્રીતિ) હોતી નથી.
જેમકે પિત્તજ્વરવાળા રોગીને દૂધ વગેરે રસ કડવા લાગે છે,
તેવી જ રીતે, તેને પણ સત્યધર્મ સારો લાગતો નથી.
૪૮૫ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં કઈ કઈ
પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. કર્મની ૧૪૮ પ્રકૃતિઓમાંથી સ્પર્શાદિ ૨૦
પ્રકૃતિઓનો અભેદ વિવક્ષાથી સ્પર્શાદિક ચારમાં અને બંધન
૫ અને સંઘાત ૫ ની અભેદ વિવક્ષાથી પાંચે શરીરોમાં
અંતર્ભાવ થાય છે, તેથી ભેદ વિવક્ષાથી સર્વ ૧૪૮ અને
અભેદ વિવક્ષાથી ૧૨૨ પ્રકૃતિઓ છે, સમ્યગ્મિથ્યાત્વ અને
સમ્યક્પ્રકૃતિ એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી, કેમકે એ
બન્ને પ્રકૃતિઓની સત્તા સમ્યક્ત્વ પરિણામોથી મિથ્યાત્વ
પ્રકૃતિના ત્રણ ખંડ કરવાથી થાય છે, તેથી અનાદિ
મિથ્યાદ્રષ્ટિ જીવની બંધયોગ પ્રકૃતિ ૧૧૭ અને
સત્ત્વયોગપ્રકૃતિ ૧૪૩ છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં
તીર્થંકરપ્રકૃતિ, આહારક શરીર અને આહારક અંગોપાંગ એ
ત્રણ પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે એ ત્રણ પ્રકૃતિઓનો
બંધ સમ્યગ્દ્રષ્ટિઓને જ થાય છે, તેથી આ ગુણસ્થાનમાં
૧૨૦માંથી ત્રણ ઘટાડવાથી ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે.
૪૮૬ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. મિથ્યાત્વ ગુણસ્થાનમાં, સમ્યક્પ્રકૃતિ,
સમ્યગ્મિથ્યાત્વ પ્રકૃતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ
અને તીર્થંકર પ્રકૃતિ એ પાંચ પ્રકૃતિઓનો આ ગુણસ્થાનમાં
૧૨૦ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૨૧