Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 65 of 110

 

background image
ઉદય થતો નથી, તેથી ૧૨૨ પ્રકૃતિઓમાંથી પાંચ ઘટાડવાથી
૧૧૭ પ્રકૃતિઓનો ઉદય પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં
થાય છે.
૪૮૭ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં સત્તા(સત્ત્વ) કેટલી
પ્રકૃતિઓની રહે છે?
ઉ. મિથ્યાત્વ ગુણસ્થાનમાં ૧૪૮ પ્રકૃતિઓની સત્તા
રહે છે.
૪૮૮ પ્ર. સાસાદનગુણસ્થાન કોને કહે છે?
ઉ. પ્રથમોપશમ સમ્યક્ત્વના કાળમાં જ્યારે
વધારેમાં વધારે ૬ આવલી અને ઓછામાં ઓછો ૧ સમય
બાકી રહે, તે સમયમાં કોઈ એક અનંતાનુબંધી કષાયના
ઉદયથી જેનું સમ્યક્ત્વ નાશ થઈ ગયું છે, એવો જીવ
સાસાદનગુણસ્થાનવાળો થાય છે.
૪૮૯ પ્ર. પ્રથમોપશમ સમ્યક્ત્વ કોને કહે છે?
ઉ. સમ્યક્ત્વના ત્રણ ભેદ છેદર્શનમોહનીયની ત્રણ
પ્રકૃતિ અને અને અનંતાનુબંધીની ૪ પ્રકૃતિ એવી રીતે સાત
પ્રકૃતિઓનો ઉપશમ થવાથી જે ઉત્પન્ન થાય, તેને ઉપશમ
સમ્યક્ત્વ કહે છે અને એ સાતે પ્રકૃતિઓનો ક્ષય થવાથી જે
ઉત્પન્ન થાય, તેને ક્ષાયિકસમ્યક્ત્વ કહે છે. અને છ
પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક્પ્રકૃતિ નામના મિથ્યાત્વના
ઉદયથી જે ઉત્પન્ન થાય, તેને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ
કહે છે.
ઉપશમ સમ્યક્ત્વના બે ભેદ છે.
પ્રશમોપશમસમ્યક્ત્વ, અને દ્વિતીયોપશમસમ્યક્ત્વ, અનાદિ
મિથ્યાદ્રષ્ટિની પાંચ અને સાદિ મિથ્યાદ્રષ્ટિની પાંચ અને
સાદિ મિથ્યાદ્રષ્ટિની સાત પ્રકૃતિઓના ઉપશમથી ઉત્પન્ન
થાય, તેને પ્રથમોપશમસમ્યક્ત્વ કહે છે.
૪૯૦ પ્ર. દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કોને કહે છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિ
જીવ શ્રેણી ચઢવાની સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી
ચતુષ્ટયનું વિસંયોજન (અપ્રત્યાખ્યાનાદિરૂપ) કરીને
દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને સમ્યક્ત્વ
પ્રાપ્ત કરે છે, તેને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહે છે.
૪૯૧ પ્ર. આવલી કોને કહે છે?
ઉ. અસંખ્યાતસમયની એક આવલી થાય છે.
૧૨૨ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૨૩