Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 66 of 110

 

background image
૪૯૨ પ્ર. સાસાદનગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. પહેલા ગુણસ્થાનમાં જે ૧૧૭ પ્રકૃતિઓનો બંધ
થાય છે તેમાંથી મિથ્યાત્વગુણસ્થાનમાં જેની વ્યુચ્છિત્તિ છે,
એવી સોળ પ્રકૃતિઓ ઘટાડવાથી ૧૦૧ પ્રકૃતિઓનો બંધ
સાસાદન ગુણસ્થાનમાં થાય છે. તે સોળ પ્રકૃતિનાં નામ
મિથ્યાત્વ, હુંડકસંસ્થાન, નપુંસકવેદ, નરકગતિ,
એકેન્દ્રિયજાતિ, વિકલત્રય જાતિ ત્રણ, સ્થાવર, આતાપ,
સૂક્ષ્મ, અપર્યાપ્ત, અને સાધારણ એ સોળ છે.
૪૯૩ પ્ર. વ્યુચ્છિત્તિ કોને કહે છે?
ઉ. જે ગુણસ્થાનમાં કર્મપ્રકૃતિઓનો બંધ, ઉદય
અથવા સત્ત્વ (સત્તા)ની વ્યુચ્છિત્તિ કહી હોય, તે ગુણસ્થાન
સુધી જ તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્તા થાય છે.
આગળના કોઈ ગુણસ્થાનમાં તે પ્રકૃતિઓનો બંધ, ઉદય
અથવા સત્ત્વ હોતાં નથી, તેને વ્યુચ્છિત્તિ કહે છે.
૪૯૪ પ્ર. સાસાદનગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. પહેલા ગુણસ્થાનમાં જે ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી મિથ્યાત્વ, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને
સાધારણ એ પાંચ મિથ્યાત્વ ગુણસ્થાનની વ્યુચ્છિન્ન
પ્રકૃતિઓ બાદ કરવાથી ૧૧૨ રહી, પરંતુ
નરકગત્યાનુપૂર્વીનો આ ગુણસ્થાનમાં ઉદય થતો નથી, તેથી
આ ગુણસ્થાનમાં ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૪૯૫ પ્ર. સાસાદનગુણસ્થાનમાં સત્ત્વ (સત્તા) કેટલી
પ્રકૃતિઓની રહે છે?
ઉ. સાસાદનગુણસ્થાનમાં ૧૪૫ પ્રકૃતિઓની સત્તા
રહે છે. અહીં તીર્થંકર પ્રકૃતિ, આહારક શરીર, અને
આહારક અંગોપાંગ એ ત્રણ પ્રકૃતિઓની સત્તા રહેતી
નથી.
૪૯૬ પ્ર. ત્રીજું મિશ્રગુણસ્થાન કોને કહે છે?
ઉ. સમ્યગ્મિથ્યાત્વપ્રકૃતિના ઉદયથી જીવને કેવળ
સમ્યક્ત્વ પરિણામ પ્રાપ્ત થતું નથી. અથવા કેવળ
મિથ્યાત્વરૂપ પરિણામ પણ પ્રાપ્ત થતું નથી. પરંતુ મળેલા
દહીં ગોળના સ્વાદની માફક એક ભિન્ન જાતિનું મિશ્ર
પરિણામ થાય છે, તેને મિશ્રગુણસ્થાન કહે છે.
૧૨૪ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૨૫