Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 67 of 110

 

background image
૪૯૭ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ
થાય છે?
ઉ. બીજા ગુણસ્થાનમાં બંધ પ્રકૃતિ ૧૦૧ હતી,
તેમાંથી વ્યુચ્છિન્નપ્રકૃતિ પચ્ચીસને (અનંતાનુબંધી ક્રોધ,
માન, માયા, લોભ, સ્ત્યાનગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા,
દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, ન્યગ્રોધ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન,
કુબ્જક સંસ્થાન, વામન સંસ્થાન, વજ્રનારાચસંહનન,
નારાચસંહનન, અર્દ્ધનારાચ સંહનન, કીલિત સંહનન,
અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યગ્ગતિ,
તિર્યગ્ગત્યાનુપૂર્વી, તિર્યગાયુ અને ઉદ્યોત) ને બાદ કરવાથી
બાકી રહી ૭૬; પરંતુ આ ગુણસ્થાનમાં કોઈ પણ
આયુકર્મનો બંધ થતો નથી, તેથી ૭૬માંથી મનુષ્યાયુ અને
દેવાયુ એ બંનેને બાદ કરવાથી ૭૪ પ્રકૃતિઓનો બંધ થાય
છે. નરકાયુ તો પહેલા ગુણસ્થાનમાં અને તિર્યગાયુની બીજા
ગુણસ્થાનમાં જ વ્યુચ્છિતિ થઈ ચૂકી છે.
૪૯૮ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. બીજા ગુણસ્થાનમાં ૧૧૧ એકસો અગિયાર
પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ નવ
(અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, એકેન્દ્રિયાદિ ૪
અને સ્થાવર ૧)ને બાદ કરવાથી બાકી રહેલી ૧૦૨માંથી
નરકગત્યાનુપૂર્વી વગર (કેમકે તે બીજા ગુણસ્થાનમાં બાદ
કરેલી છે) બાકીની ત્રણ અનુપૂર્વી ઘટાડવાથી કોઈ પણ
અનુપૂર્વીનો ઉદય નથી.) બાકી રહેલી ૯૯ પ્રકૃતિ અને એક
સમ્યગ્મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય અહીં આવી મળ્યો, તે
કારણથી આ ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૪૯૯ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં તીર્થંકર પ્રકૃતિને
છોડીને ૧૪૭ પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૦૦ પ્ર. ચોથા અવિરતસમ્યગ્દ્રષ્ટિ ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે?
ઉ. દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર
પ્રકૃતિ એ સાત પ્રકૃતિઓના ઉપશમ અથવા ક્ષય અથવા
ક્ષયોપશમથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા,
૧૨૬ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૨૭