Jain Siddhant Praveshika (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 73 of 110

 

background image
પહેલા મનુષ્યનો પગાર રૂા. ૮૦ છે અને બીજા, ત્રીજા
આદિ મનુષ્યોનો એક એક રૂપિયો પગારમાં વધારતાં
૧૭૦માં મનુષ્યનો પગાર રૂા. ૨૪૯ છે.
ચોથી કચેરીમાં ૧૭૪ મનુષ્યો કામ કરે છે. તેમાંથી
પહેલા મનુષ્યનો પગાર ૧૨૧ છે, અને બીજા, ત્રીજા
આદિ મનુષ્યોનો એક એક રૂપિયો વધતાં ૧૭૪ મા
મનુષ્યનો પગાર ૨૯૪ રૂપિયા થાય છે; એવી રીતે ક્રમથી
૧૬મી કચેરીમાં જ ૨૨૨ મનુષ્ય નોકર છે, તેમાંથી
પહેલાનો પગાર રૂા. ૬૯૧ અને ૨૨૨મા મનુષ્યનો પગાર
૯૧૨ છે. આ દ્રષ્ટાન્તમાં પહેલી કચેરીમાં ૩૯ મનુષ્યોનો
પગાર, ઉપરની કચેરીઓના કોઈ પણ મનુષ્યના પગાર
સાથે મળતો નથી. તથા છેલ્લા ૫૭ મનુષ્યોનો પગાર
નીચેની કચેરીઓના કોઈપણ મનુષ્યના પગાર સાથે મળતો
નથી. બાકીના પગાર ઉપર નીચેની કચેરીઓના પગારોની
સાથે યથાસંભવ સદ્રશ પણ છે, એવી રીતે યથાર્થમાં પણ
ઉપરના સમય સંબંધી પરિણામો અને નીચેના સમય
સંબંધી પરિણામોમાં સદ્રશતા યથાસંભવ જાણવી. તેનું
વિશેષ સ્વરૂપ ગોમ્મટસારજીના ગુણસ્થાનાધિકારમાં તથા
છાપેલા સુશીલા ઉપન્યાસના ૧૯૧મા પાનાથી ૧૯૬ મા
પાના સુધીમાં જોવું.
૫૨૯ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનમાં જે ૬૩ પ્રકૃતિઓનો બંધ
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ છના (અસ્થિર, અશુભ,
અશાતા, અપયસ્કીર્તિ, અરતિ અને શોક)ના ઘટાડવાથી
બાકી રહેલી ૫૭ પ્રકૃતિમાં આહારકશરીર અને આહારક
અંગોપાંગ એ બે પ્રકૃતિઓને ભેળવવાથી ૫૯ પ્રકૃતિઓનો
બંધ થાય છે.
૫૩૦ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનમાં જે ૮૧ પ્રકૃતિઓનો ઉદય
કહ્યો છે તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ પાંચ [આહારક શરીર,
આહારક અંગોપાંગ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને
સ્ત્યાનગૃદ્ધિ]ના ઘટવાથી બાકી રહેલી ૭૬ પ્રકૃતિઓનો ઉદય
થાય છે.
૧૩૮ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૩૯