માફક દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિને ૧૪૨ પ્રકૃતિ અને
ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૪૬ પ્ર. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું
છે? અને તે કોને પ્રાપ્ત થાય છે?
ઉ. મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી સ્ફટિક
ભાજનગત જળની માફક અત્યંત નિર્મલ અવિનાશી
યથાખ્યાત ચારિત્રના ધારક મુનિને ક્ષીણમોહ નામનું બારમું
ગુણસ્થાન થાય છે.
૫૪૭ પ્ર. બારમા ગુણસ્થાનમાં બંધ કેટલી
પ્રકૃતિઓનો થાય છે?
ઉ. એક શાતાવેદનીય માત્રનો બંધ થાય છે.
૫૪૮ પ્ર. બારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય?
ઉ. અગિયારમા ગુણસ્થાનમાં જે ૫૯ પ્રકૃતિઓનો
ઉદય થાય છે, તેમાંથી વજ્રનારાચ અને નારાચ એ બે
વ્યુચ્છિત્તિ પ્રકૃતિઓને ઘટાડવાથી ૫૭ પ્રકૃતિઓનો ઉદય
થાય છે.
૫૪૯ પ્ર. બારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. દશમા ગુણસ્થાનમાં ક્ષપક શ્રેણીવાળાની
અપેક્ષાએ ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે, તેમાંથી વ્યુચ્છિત્તિ
પ્રકૃતિ સંજ્વલન લોભના ઘટાડવાથી બાકીની રહેલી ૧૦૧
પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૫૦ પ્ર. તેરમા સયોગકેવળી નામના ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે? અને તે કોને પ્રાપ્ત થાય છે?
ઉ. ઘાતિયા કર્મોની ૪૭ (જુઓ પ્રશ્ન ૩૪૭)અને
અઘાતિયા કર્મોની ૧૬ (નરકગતિ, તિર્યગ્ગતિ,
નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્ગત્યાનુપૂર્વી, વિકલત્રય ૩, આયુસ્રિક
૩, ઉદ્યોત, અતાપ, એકેન્દ્રિય, સાધારણ, સૂક્ષ્મ અને સ્થાવર
મળીને ૬૩ પ્રકૃતિઓનો ક્ષય થવાથી લોકાલોકપ્રકાશક
કેવળજ્ઞાન તથા મનોયોગ, વચનયોગ અને કાયયોગના ધારક
અરહંત ભટ્ટારકને સયોગકેવળી નામે તેરમું ગુણસ્થાન પ્રાપ્ત
થાય છે. તે જ કેવળી ભગવાન પોતાના દિવ્યધ્વનિથી ભવ્ય
જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારમાં મોક્ષમાર્ગનો
પ્રકાશ કરે છે.
૧૪૬ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૪૭