૫૫૧ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. એક માત્ર શાતાવેદનીયનો બંધ થાય છે.
૫૫૨ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. બારમા ગુણસ્થાનમાં જે સત્તાવન પ્રકૃતિઓનો
ઉદય થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ સોળ (જ્ઞાનાવરણની
૫, અંતરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા અને પ્રચલા) ને
ઘટાડવાથી બાકી રહેલી ૪૧ પ્રકૃતિઓમાં તીર્થંકરની
અપેક્ષાથી એક તીર્થંકર પ્રકૃતિ ગણવાથી ૪૨ પ્રકૃતિઓનો
ઉદય થાય છે.
૫૫૩ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. બારમા ગુણસ્થાનમાં જે ૧૦૧ પ્રકૃતિઓની
સત્તા છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ સોળ (જ્ઞાનાવરણની ૫,
અંતરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા ૧, પ્રચલા ૧)ને
ઘટાડવાથી બાકી રહેલી ૮૫ પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૫૪ પ્ર. ચૌદમા અયોગી કેવળી નામના
ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અને તે કોને પ્રાપ્ત થાય
છે?
ઉ. મન, વચન, કાયના યોગોથી રહિત કેવળજ્ઞાન
સહિત અરહંત ભટ્ટારક [ભગવાન]ને ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત
થાય છે. આ ગુણસ્થાનનો કાળ અ, ઈ, ઉ, ૠ, લૃ એ પાંચ
હ્સ્વસ્વરોનો ઉચ્ચાર કરવાની બરાબર છે. પોતાના
ગુણસ્થાનના કાળના દ્વિચરમ સમયમાં સત્તાની ૮૫
પ્રકૃતિઓમાંથી ૭૨ પ્રકૃતિઓનો અને ચરમ સમયમાં ૧૩
પ્રકૃતિઓનો નાશ કરીને, અરંહત ભગવાન મોક્ષધામે
(સિદ્ધશિલાએ) પધારે છે.
૫૫૫ પ્ર. ચૌદમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. તેરમા ગુણસ્થાનમાં જે એક શાતાવેદનીયનો બંધ
થતો હતો, તેનો તે ગુણસ્થાનમાં વ્યુચ્છિત્તિ થવાથી અહીં તે
કોઈપણ પ્રકૃતિનો બંધ થતો નથી.
૧૪૮ ][ અધ્યાયઃ ૪શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૪૯