૧૫૪ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૫૫
૫૭૦ પ્ર. પ્રમાણ કોને કહે છે?
ઉ. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે.
૫૭૧ પ્ર. પ્રમાણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – એક પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ.
૫૭૨ પ્ર. પ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે પદાર્થને સ્પષ્ટ જાણે.
૫૭૩ પ્ર. પ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – એક સાંવ્યવહારિકપ્રત્યક્ષ અને
બીજો પારમાર્થિકપ્રત્યક્ષ.
૫૭૪ પ્ર. સાંવ્યવહારિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે ઇન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થને
એકદેશ (ભાગ) સ્પષ્ટ જાણે.
૫૭૫ પ્ર. પારમાર્થિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે કોઈની પણ સહાયતા વગર પદાર્થને
સ્પષ્ટજાણે.
૫૭૬ પ્ર. પારમાર્થિકપ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – વિકલપારમાર્થિક અને
સકલપારમાર્થિક.
૫૭૭ પ્ર. વિકલપારમાર્થિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે રૂપી પદાર્થોને કોઈની સહાયતા વિના સ્પષ્ટ
જાણે.
૫૭૮ પ્ર. વિકલપારમાર્થિકપ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃ – એક અવધિજ્ઞાન અને બીજું
મનઃપર્યયજ્ઞાન.
૫૭૯ પ્ર. અવધિજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે રૂપી
પદાર્થને સ્પષ્ટ જાણે.
૫૮૦ પ્ર. મનઃપર્યયજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે બીજાના
મનમાં રહેલા રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે.
૫૮૧ પ્ર. સકલપારમાર્થિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. કેવળજ્ઞાનને.