૧૫૬ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૫૭
૫૮૨ પ્ર. કેવળજ્ઞાન કોને કહે છે?
ઉ. જે ત્રિકાળવર્તી (ભૂત, ભવિષ્ય અને વર્તમાન-
કાળના) સમસ્ત પદાર્થોને યુગપત્ (એક સાથે) સ્પષ્ટ જાણે.
૫૮૩ પ્ર. પરોક્ષપ્રમાણ કોને કહે છે?
ઉ. જે બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે.
૫૮૪ પ્ર. પરોક્ષપ્રમાણના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છે – સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન
અને આગમ.
૫૮૫ પ્ર. સ્મૃતિ કોને કહે છે?
ઉ. પહેલાં અનુભવ કરેલ પદાર્થને યાદ કરવો, તેને
સ્મૃતિ કહે છે.
૫૮૬ પ્ર. પ્રત્યભિજ્ઞાન કોને કહે છે?
ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં
જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ તે જ મનુષ્ય
છે કે, જેને કાલે જોયો હતો.
૫૮૭ પ્ર. પ્રત્યભિજ્ઞાનના કેટલા ભેદ છે?
ઉ. એકત્વપ્રત્યભિજ્ઞાન, સાદ્રશ્યપ્રત્યભિજ્ઞાન આદિ
અનેક ભેદ છે.
૫૮૮ પ્ર. એકત્વપ્રત્યભિજ્ઞાન કોને કહે છે?
ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થમાં
એકતા બતાવતા જોડરૂપ જ્ઞાનને એકત્વપ્રત્યભિજ્ઞાન કહે છે.
જેમકે – આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો.
૫૮૯ પ્ર. સાદ્રશ્યપ્રત્યભિજ્ઞાન કોને કહે છે?
ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં
સાદ્રશ્ય(સમાનતા) દેખાડતા જોડરૂપ જ્ઞાનને સાદ્રશ્ય
પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ ગાય રોઝના જેવી છે.
૫૯૦ પ્ર. તર્ક કોને કહે છે?
ઉ. વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે.
૫૯૧ પ્ર. વ્યાપ્તિ કોને કહે છે?
ઉ. અવિનાભાવસંબંધને વ્યાપ્તિ કહે છે.
૫૯૨ પ્ર. અવિનાભાવ સંબંધ કોને કહે છે?
ઉ. જ્યાં જ્યાં સાધન (હેતુ) હોય, ત્યાં ત્યાં સાધ્યનું