૧૫૮ ][ અધ્યાયઃ ૫શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ][ ૧૫૯
હોવું અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય, ત્યાં ત્યાં સાધનના પણ
ન હોવાને અવિનાભાવસંબંધ કહે છે. જેમકે – જ્યાં જ્યાં
ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ છે અને જ્યાં જ્યાં અગ્નિ નથી,
ત્યાં ત્યાં ધૂમાડો પણ નથી.
૫૯૩ પ્ર. સાધન કોને કહે છે?
ઉ. જે સાધ્ય વિના ન હોય. જેમકે – અગ્નિનો હેતુ
(સાધન) ધૂમાડો.
૫૯૪ પ્ર. સાધ્ય કોને કહે છે?
ઉ. ઇષ્ટ અબાધિત અસિદ્ધને સાધ્ય કહે છે.
૫૯૫ પ્ર. ઇષ્ટ કોને કહે છે?
ઉ. વાદી અને પ્રતિવાદી જેને સિદ્ધ કરવાને ચાહે,
તેને ઇષ્ટ કહે છે.
૫૯૬ પ્ર. અબાધિત કોને કહે છે?
ઉ. જે બીજા પ્રમાણથી બાધિત ન હોય. જેમકે –
અગ્નિમાં ઠંડાપણું પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. એ કારણથી
આ ઠંડાપણું સાધ્ય (સિદ્ધ) થઈ શકતું નથી.
૫૯૭ પ્ર. અસિદ્ધિ કોને કહે છે?
ઉ. જે બીજા પ્રમાણથી સિદ્ધ ન થયું હોય અથવા
જેનો નિશ્ચય ન હોય, તેને અસિદ્ધિ કહે છે.
૫૯૮ પ્ર. અનુમાન કોને કહે છે?
ઉ. સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે.
૫૯૯ પ્ર. હેત્વાભાસ (સાધનાભાસ) કોને કહે છે?
ઉ. સદોષ હેતુને અથવા દોષ સહિત હેતુને.
૬૦૦ પ્ર. હેત્વાભાસના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃ – અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાન્તિક
(વ્યભિચારી) અને અકિંચિત્કર.
૬૦૧ પ્ર. અસિદ્ધહેત્વાભાસ કોને કહે છે?
ઉ. જે હેતુના અભાવનો (ગેરહાજરીનો) નિશ્ચય
હોય અથવા તેના સદ્ભાવમાં (હાજરમાં) સંદેહ (શક)
હોય, તેને અસિદ્ધહેત્વાભાસ કહે છે. જેમકે ‘‘શબ્દ નિત્ય છે
કેમકે નેત્રનો વિષય છે’’, પરંતુ શબ્દ કર્ણ (કાન)નો વિષય
છે. નેત્રનો થઈ શકતો નથી, તેથી ‘‘નેત્રનો વિષય’’ એ હેતુ
અસિદ્ધહેત્વાભાસ છે.