નિત્ય, ભિન્નને અભિન્ન, દુઃખનાં કારણોને સુખનાં કારણ માને છે તથા દુઃખને સુખ માને
છે — ઇત્યાદિ પ્રકારે વિપરીત ભાસે છે. એ પ્રમાણે જીવ – અજીવ તત્ત્વોનું અયથાર્થ જ્ઞાન થતાં
શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
✾ આuાવતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન ✾
વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ – કષાયાદિક ભાવ થાય છે તેને તે પોતાનો
સ્વભાવ માને છે, પરંતુ તે કર્મઉપાધિથી થાય છે, એમ જાણતો નથી. દર્શન – જ્ઞાન ઉપયોગ
અને આસ્રવભાવ એ બંનેને તે એકરૂપ માને છે, કારણ કે – તેનો આધારભૂત એક આત્મા છે.
વળી તેનું અને આસ્રવભાવનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેનું ભિન્નપણું તેને ભાસતું
નથી તથા એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ વિચારો છે તે મિથ્યાદર્શનના બળથી થઈ શકતા
નથી. એ મિથ્યાત્વભાવ અને કષાયભાવ વ્યાકુળતા સહિત છે તેથી તે વર્તમાનમાં દુઃખમય છે
અને કર્મબંધના કારણરૂપ હોવાથી ભાવિમાં દુઃખ ઉત્પન્ન કરશે. તેને એ પ્રમાણે ન માનતાં
ઊલટા ભલા જાણી પોતે એ ભાવોરૂપ થઈ પ્રવર્તે છે. વળી દુઃખી તો પોતાના મિથ્યાત્વ અને
કષાયભાવોથી થાય છે છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવાવાળા માને છે. જેમ દુઃખી તો
મિથ્યાશ્રદ્ધાનથી થાય છે છતાં પોતાના શ્રદ્ધાન અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે તો તેને દુઃખદાયક
માનવા લાગે છે. દુઃખી તો ક્રોધથી થાય છે છતાં જેનાથી ક્રોધ કર્યો હોય તેને દુઃખદાયક
માનવા લાગે છે તથા દુઃખી તો લોભથી થાય છે પણ ઇષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક
માને છે
– એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ ભાવોનું જેવું ફળ આવે તેવું તેને ભાસતું
નથી. એની તીવ્રતાવડે નરકાદિક તથા મંદતાવડે સ્વર્ગાદિક પ્રાપ્ત થાય છે ત્યાં ઘણી – થોડી
વ્યાકુળતા થાય તેવું તેને ભાસતું નથી તેથી તે ભાવો બૂરા પણ લાગતા નથી. તેનું કારણ શું?
કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ભાસે છે તેથી તેને બૂરા કેમ માને? એ પ્રમાણે
આસ્રવતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
✾ બંધાતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન ✾
વળી એ આસ્રવભાવોવડે જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થાય છે તેનો ઉદય થતાં જ્ઞાન –
દર્શનનું હીનપણું થવું, મિથ્યાત્વ – કષાયરૂપ પરિણમન થવું, ઇચ્છાનુસાર ન બનવું, સુખ – દુઃખનાં
કારણો મળવાં, શરીરનો સંયોગ રહેવો, ગતિ – જાતિ – શરીરાદિક નીપજવાં અને નીચું – ઊચું કુળ
પામવું થાય છે. એ બધાં હોવામાં મૂળ કારણ કર્મ છે, તેને આ જીવ ઓળખતો નથી કારણ
કે તે સૂક્ષ્મ છે તેથી તેને સૂજતાં નથી અને પોતાને એ કાર્યોનો કર્તા કોઈ દેખાતો નથી એટલે
એ બધાં હોવામાં કાં તો પોતાને કર્તારૂપ માને છે અગર તો અન્યને કર્તારૂપ માને છે. તથા
કદાચિત્ પોતાનું વા અન્યનું કર્તાપણું ન ભાસે તો ઘેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે
છે, એ પ્રમાણે બંધતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
૮૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક