ન ભાસે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? એ જ પ્રમાણે જીવને આસ્રવની પ્રવૃત્તિ
છે; તે તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માને? વળી
અનાદિકાળથી આ જીવને આસ્રવભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી તેથી સંવર
થવો તેને ભાસતો પણ નથી, સંવર થતાં સુખ થાય છે તથા ભાવિમાં દુઃખ પણ નહિ થાય.
પરંતુ એમ તેને ભાસતું નથી તેથી તે આસ્રવનો તો સંવર કરતો નથી પણ એ અન્ય પદાર્થોને
દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે, પણ તે પોતાને આધીન નથી,
માત્ર નિરર્થક ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે સંવરતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ
અયથાર્થ થાય છે.
નષ્ટ કરવાના ઉપાયને ભલો કેમ જાણે? તેમ એ બંધનરૂપ કરેલાં કર્મોથી દુઃખ થાય છે એમ
જે ન જાણે તે તેની નિર્જરાના ઉપાયને ભલો કેમ જાણે? વળી આ જીવને ઇંદ્રિયો વડે સૂક્ષ્મરૂપ
કર્મોનું તો જ્ઞાન થતું નથી તથા તેમાં દુઃખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન નથી તેથી
અન્ય પદાર્થોનાં નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે; પણ
તે પોતાના આધીન નથી. કદાચિત્ દુઃખ દૂર કરવાના નિમિત્તરૂપ કોઈ ઇષ્ટ સંયોગાદિ કાર્ય
બને છે તે પણ કર્માનુસાર બને છે. છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે.
વા રોગજનિત દુઃખોને ન જાણે તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે? એ રીતે આ
જીવને કર્મબંધન છે, આ તે બંધનને તથા બંધજનિત દુઃખોને ન જાણે તો સર્વથા બંધના અભાવને
કેવી રીતે જાણે? વળી આ જીવને કર્મોનું વા તેની શક્તિનું તો જ્ઞાન નથી અને તેથી બાહ્યપદાર્થોને
દુઃખના કારણરૂપ જાણી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે, તથા આ જીવ એમ તો
જાણે છે કે