તેના ક્ષયોપશમથી કિંચિત્ જ્ઞાનરૂપ મતિ – શ્રુત આદિ જ્ઞાન હોય છે. હવે જો તેમાંથી કોઈને
મિથ્યાજ્ઞાન તથા કોઈને સમ્યગ્જ્ઞાન કહીએ તો એ બંને ભાવ મિથ્યાદ્રષ્ટિ વા સમ્યગ્દ્રષ્ટિમાં હોય
છે, તેથી એ બંનેને મિથ્યાજ્ઞાન વા સમ્યગ્જ્ઞાનનો સદ્ભાવ થઈ જાય, જે સિદ્ધાંતવિરુદ્ધ છે.
માટે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત બનતું નથી.
પ્રશ્નઃ — દોરડી – સર્પાદિકનું અયથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે? તેને જ
જીવાદિ તત્ત્વના અયથાર્થ – યથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો?
ઉત્તરઃ — જાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના ઉદયથી હોય
છે તથા યથાર્થપણું હોય છે તેટલું જ્ઞાનાવરણના ક્ષયોપશમથી હોય છે. જેમ દોરડીને સર્પ
જાણવામાં આવે ત્યાં અયથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ઉદય છે તેથી તે
અયથાર્થ જાણે છે, તથા દોરડીને દોરડી જાણવામાં આવે છે ત્યાં યથાર્થ જાણવાની શક્તિના
કારણરૂપ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે તેથી તે યથાર્થ જાણે છે, તેમ જીવાદિ તત્ત્વોને યથાર્થ
જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે, પરંતુ જેમ કોઈ
પુરુષને ક્ષયોપશમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, ત્યાં
જેને અશાતાવેદનીયનો ઉદય હોય તે દુઃખના કારણભૂત જે પદાર્થો હોય તેને જ વેદે પણ સુખના
કારણભૂત પદાર્થોને ન વેદે. જો તે સુખના કારણભૂત પદાર્થોને વેદે તો સુખી થાય, પણ
અશાતાના ઉદયથી તેનાથી એમ બની શકતું નથી, માટે અહીં દુઃખ કે સુખના કારણભૂત
પદાર્થોને વેદવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પણ અશાતા – શાતાવેદનીયનો ઉદય જ કારણભૂત
છે. એ જ પ્રમાણે જીવમાં પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ
જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય તેને
જ વેદે – જાણે છે પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યગ્દર્શન
થઈ જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી એમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂત –
અપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી; પરંતુ મિથ્યાત્વનો ઉદય – અનુદય
જ કારણભૂત છે.
અહીં એમ જાણવું કે — જ્યાં એકેન્દ્રિયાદિક જીવોને જીવાદિ તત્ત્વોને યથાર્થ જાણવાની
શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ અને મિથ્યાત્વના ઉદયથી થયેલું મિથ્યાજ્ઞાન – મિથ્યાદર્શન
એ બંનેનું નિમિત્ત છે, તથા જ્યાં સંજ્ઞી મનુષ્યાદિકને ક્ષયોપશમાદિ લબ્ધિજનિત શક્તિ હોય
અને તે ન જાણે ત્યાં તો મિથ્યાત્વનો ઉદય જ નિમિત્તરૂપ જાણવો. તેથી મિથ્યાજ્ઞાનનું મુખ્ય
કારણ જ્ઞાનાવરણ ન કહેતાં દર્શનમોહનીયના ઉદયજનિત ભાવને જ કારણરૂપ કહ્યો.
પ્રશ્નઃ — જો જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે, તો પહેલાં મિથ્યાજ્ઞાન કહો
અને પછી મિથ્યાદર્શન કહો?
૮૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક