Moksha Marg Prakashak (Gujarati). Ishta-anishtani Mithya Kalpana.

< Previous Page   Next Page >


Page 80 of 370
PDF/HTML Page 108 of 398

 

background image
પણ તેમ બનતું નથી. તેથી તેનું નામ મિથ્યાચારિત્ર છે. એ જ અહીં કહીએ છીએઃ
પોતાનો સ્વભાવ તો દ્રષ્ટાજ્ઞાતા છે. હવે પોતે કેવળ દેખવાવાળોજાણવાવાળો તો
રહેતો નથી, પણ જે જે પદાર્થોને તે દેખેજાણે છે તેમાં ઇષ્ટઅનિષ્ટપણું માને છે અને તેથી
રાગીદ્વેષી થાય છે. કોઈના સદ્ભાવને તથા કોઈના અભાવને ઇચ્છે છે પણ તેનો સદ્ભાવ
કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી, કારણ કેકોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કર્તાહર્તા
છે જ નહિ પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ
કષાયભાવ કરી વ્યાકુળ થાય છે. વળી કદાચિત્ પોતે ઇચ્છે તેમ જ પદાર્થ પરિણમે તોપણ
તે પોતાનો પરિણમાવ્યો તો પરિણમ્યો નથી પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલી એમ માને
કે ‘‘આ ગાડાને હું ચલાવું છું’’
તો તે અસત્ય માને છે. જો એ ગાડું તેનું ચલાવ્યું ચાલે
છે તો જ્યારે એ ન ચાલતું હોય ત્યારે તે કેમ ચલાવી શકતો નથી? તેમ પદાર્થ પરિણમે
છે અને જ્યારે કોઈવાર જીવને અનુસારે પરિણમે ત્યારે એમ માને કે ‘આને હું આમ
પરિણમાવું છું’ પણ તે અસત્ય માને છે. જો તેનો પરિણમાવ્યો પરિણમે છે તો જ્યારે તે એમ
ન પરિણમતો હોય ત્યારે તે કેમ પરિણમાવતો નથી? એટલે પોતાની ઇચ્છાનુસાર પદાર્થનું
પરિણમન તો કદી પણ થતું નથી, કદાચિત્ થાય તો તેવા જોગાનુજોગ બનતાં જ થાય છે,
ઘણાં પરિણમન તો પોતાની ઇચ્છા વિરુદ્ધ જ થતાં જોઈએ છીએ. માટે નિશ્ચય થાય છે કે
પોતાનો કર્યો કોઈ પણ પદાર્થોનો સદ્ભાવ અથવા અભાવ થતો નથી, અને જો પોતાના કરવાથી
કોઈ પણ પદાર્થોનો સદ્ભાવ
અભાવ થતો જ નથી તો કષાયભાવ કરવાથી શું વળે? કેવળ
પોતે જ દુઃખી થાય છે. જેમ કોઈ વિવાહાદિ કાર્યમાં જેનું કહ્યું કામ થતું ન હોય છતાં પોતે
કર્તા બની કષાય કરે તો પોતે જ દુઃખી થાય; તેમ અહીં પણ સમજવું. માટે કષાયભાવ કરવો
એ ‘જેમ જળને વલોવવું કાંઈ કાર્યકારી નથી’ એવો છે, તેથી એ કષાયોની પ્રવૃત્તિને
મિથ્યાચારિત્ર કહીએ છીએ. તથા કષાયભાવ થાય છે તે પદાર્થોને ઇષ્ટ
અનિષ્ટરૂપ માનવાથી
થાય છે. એ ઇષ્ટઅનિષ્ટપણું માનવું પણ મિથ્યા છે; કારણ કે કોઈ પણ પદાર્થ ઇષ્ટ
અનિષ્ટરૂપ છે નહિ. તે કેવી રીતે તે અહીં કહીએ છીએઃ
£ષ્ટઅનિષ્ટની મિથ્યા કલ્પના
જે પોતાને સુખદાયકઉપકારી હોય તેને ઇષ્ટ કહીએ છીએ તથા જે પોતાને દુઃખ-
દાયકઅનુપકારી હોય તેને અનિષ્ટ કહીએ છીએ. હવે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના
સ્વભાવનાં કર્તા છે. કોઈ કોઈને સુખદાયકદુઃખદાયક કે ઉપકારીઅનુપકારી નથી, માત્ર આ
જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઇષ્ટરૂપ માને છે અથવા
દુઃખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટરૂપ માને છે. જુઓ, એક જ પદાર્થ કોઈને ઇષ્ટરૂપ
લાગે છે ત્યારે કોઈને અનિષ્ટરૂપ લાગે છે. જેમ જેને વસ્ત્ર ન મળતું હોય તેને ઘટ વસ્ત્ર
ઇષ્ટરૂપ લાગે છે તથા જેને બારીક વસ્ત્ર મળે છે તેને તે અનિષ્ટરૂપ લાગે છે. ભૂંડાદિકને
૯૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
12