Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 83 of 370
PDF/HTML Page 111 of 398

 

background image
પ્રશ્નઃશરીરની અવસ્થા વા બાહ્ય પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટપણું માનવાનું
પ્રયોજન તો ભાસતું નથી અને ઇષ્ટઅનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી તેનું શું કારણ?
ઉત્તરઃઆ જીવને ચારિત્રમોહના ઉદયથી રાગદ્વેષભાવ થાય છે અને તે ભાવ
કોઈ પદાર્થના આશ્રય વિના થઈ શકતા નથી. જેમ રાગ થાય તો કોઈ પદાર્થોમાં થાય છે,
અને દ્વેષ થાય તે પણ કોઈ પદાર્થમાં જ થાય છે, એ પ્રમાણે એ પદાર્થોને તથા રાગ
દ્વેષને
નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. તેમાં વિશેષતા એ છે કે કોઈ પદાર્થ તો મુખ્યપણે રાગનું કારણ
છે તથા કોઈ પદાર્થ મુખ્યપણે દ્વેષનું કારણ છે, કોઈ પદાર્થ કોઈને કોઈ કાળમાં રાગનું કારણ
થાય છે ત્યારે કોઈને કોઈ કાળમાં દ્વેષનું કારણ થાય છે. અહીં એટલું સમજવું કે એક કાર્ય
થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. રાગાદિક થવામાં અંતરંગ કારણ તો મોહનો
ઉદય છે, તે તો બળવાન છે તથા બાહ્ય કારણ પદાર્થ છે તે બળવાન નથી. મહામુનિને મોહ
મંદ હોવાથી બાહ્ય પદાર્થોનાં નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ
દ્વેષ ઊપજતો નથી તથા
પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમને સંકલ્પથી જ રાગ
દ્વેષ થાય છે. માટે મોહનો ઉદય થતાં જ રાગાદિક થાય છે. ત્યાં જે બાહ્ય પદાર્થના આશ્રય
વડે રાગભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજનસહિત ઇષ્ટબુદ્ધિ હોય છે તથા
જે પદાર્થોના આશ્રય વડે દ્વેષભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજનસહિત
અનિષ્ટબુદ્ધિ થાય છે. તેથી મોહના ઉદયથી પદાર્થોને ઇષ્ટ
અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી.
એ પ્રમાણે પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ થતાં રાગદ્વેષરૂપ પરિણમન થાય છે તેનું નામ
મિથ્યાચારિત્ર જાણવું.
વળી એ રાગદ્વેષનાં જ વિશેષો ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક,
ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદરૂપ કષાયભાવ છે, એ બધા આ
મિથ્યાચારિત્રના જ ભેદ સમજવા. એનું વર્ણન પહેલાં જ કરી ગયા. એ મિથ્યાચારિત્રમાં
સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી તેને અચારિત્ર પણ કહીએ છીએ, તથા એ પરિણામ
મટતા નથી વા વિરક્ત નથી તેથી તેને અસંયમ વા અવિરતિ પણ કહીએ છીએ. કારણ કે
પાંચ ઇન્દ્રિયો અને મનના વિષયોમાં તથા પાંચ સ્થાવર અને એક ત્રસની હિંસામાં સ્વચ્છંદપણું
હોય, તેના ત્યાગરૂપ ભાવ ન થાય એ જ અસંયમ વા બાર પ્રકારની અવિરતિ કહી છે.
કષાયભાવ થતાં જ એવાં કાર્યો થાય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અસંયમ વા અવિરતિ
જાણવું. વળી એનું જ નામ અવ્રત પણ જાણવું. કારણ કે હિંસા, અનૃત, ચોરી, અબ્રહ્મચર્ય
અને પરિગ્રહ એ પાપકાર્યોમાં પ્રવૃત્તિનું નામ અવ્રત છે. અને તેનું મૂળ કારણ પ્રમત્તયોગ છે.
એ પ્રમત્તયોગ કષાયમય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અવ્રત પણ કહીએ છીએ. એ પ્રમાણે
મિથ્યાચારિત્રનું સ્વરૂપ કહ્યું.
ચોથો અધિકારઃ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૯૩