એ પ્રમાણે સંસારી જીવને મિથ્યાદર્શન – મિથ્યાજ્ઞાન – મિથ્યાચારિત્રરૂપ પરિણમન અનાદિ-
કાળથી છે. એવું પરિણમન એકેન્દ્રિયાદિથી અસંજ્ઞી સુધી સર્વ જીવોને હોય છે તથા સંજ્ઞી
પંચેન્દ્રિયોમાં સમ્યગ્દ્રષ્ટિ વિના અન્ય સર્વ જીવોનું એવું પરિણમન હોય છે. વળી એ પરિણમન
જેવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણવું. જેમ એકેન્દ્રિયાદિકને ઇન્દ્રિયાદિકની હીનતા – અધિકતા હોય
છે વા ધન – પુત્રાદિકનો સંબંધ મનુષ્યાદિકને જ હોય છે. તેના નિમિત્તથી મિથ્યાદર્શનાદિકનું
વર્ણન કર્યું છે ત્યાં જેવા વિશેષો સંભવે તેવા સમજવા. જેમ એકેન્દ્રિયાદિક જીવો ઇન્દ્રિય –
શરીરાદિકનાં નામ પણ જાણતા નથી, પરંતુ એ નામના અર્થરૂપ ભાવમાં પૂર્વોક્ત પ્રકારે
પરિણમન હોય છે. જેમ — ‘‘હું સ્પર્શ વડે સ્પર્શું છું, શરીર મારું છે.’’ એ પ્રમાણે તેઓ નામ
જાણતા નથી તોપણ તેના અર્થરૂપ જે ભાવ છે તે-રૂપ તેઓ પરિણમે છે. અને મનુષ્યાદિક –
કોઈ નામ પણ જાણે છે તથા તેના ભાવરૂપ પણ પરિણમે છે. ઇત્યાદિ જે વિશેષો સંભવે
તે જાણી લેવા.
✾ મોહનો મહિમા ✾
એ પ્રમાણે આ જીવને મિથ્યાદર્શનાદિક ભાવ અનાદિથી હોય છે, નવીન ગ્રહેલા નથી.
જુઓ તો ખરા એનો મહિમા કે – જે પર્યાય ધારણ કરે છે ત્યાં વગર શિખવાડે પણ મોહના
ઉદયથી સ્વયં એવું જ પરિણમન થાય છે. વળી મનુષ્યાદિકને સત્ય વિચાર થવાનાં કારણો
મળવા છતાં પણ સમ્યક્પરિણમન થતું નથી. શ્રીગુરુના ઉપદેશનું નિમિત્ત બને અને તેઓ
વારંવાર સમજાવે છતાં આ જીવ કાંઈ વિચાર જ કરતો નથી. વળી પોતાને પણ પ્રત્યક્ષ ભાસે
તે તો ન માને અને અન્યથા જ માને છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએઃ —
મરણ થતાં શરીર અને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે, એક શરીરને છોડી આત્મા અન્ય
શરીર ધારણ કરે છે, તે વ્યંતરાદિક પોતાના પૂર્વ ભવનો સંબંધ પ્રગટ કરતા જોઈએ છીએ,
તોપણ આ જીવને શરીરથી ભિન્નબુદ્ધિ થઈ શકતી નથી. સ્ત્રી – પુત્રાદિક પ્રત્યક્ષ પોતાના સ્વાર્થનાં
સગાં જોઈએ છીએ, તેમનું પ્રયોજન ન સધાય ત્યારે વિપરીત જ થતાં જોઈએ છીએ, છતાં
આ જીવ તેમાં મમત્વ કરે છે અને તેમના અર્થે નરકાદિમાં જવાના કારણરૂપ નાના પ્રકારનાં
પાપ ઉપજાવે છે. ધનાદિક સામગ્રી કોઈની કોઈને થતી જોઈએ છીએ, છતાં આ જીવ તેને
પોતાની માને છે. વળી શરીરની અવસ્થા વા બાહ્ય સામગ્રી સ્વયં ઉપજતી – વિણસતી જોઈએ
છીએ, છતાં આ જીવ તેનો નિરર્થક પોતે કર્તા થાય છે. ત્યાં જો પોતાની ઇચ્છાનુસાર કાર્ય
થાય તેને તો કહે કે — ‘‘આ મેં કર્યું’’, અને તેથી અન્યથા થાય તો કહે કે — ‘‘હું શું કરું?
આમ જ થવા યોગ્ય હતું, વા આમ કેમ થયું?’’ એમ માને છે. પણ કાં તો સર્વના કર્તા
જ રહેવું હતું અગર કાં તો અકર્તા જ રહેવું હતું! પણ આ જીવને તેનો કાંઈ વિચાર નથી.
મરણ અવશ્ય થશે એમ તો જાણે, પણ મરણના નિશ્ચયવડે પોતે કાંઈ કર્તવ્ય કરે નહિ,
૯૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક