માત્ર વર્તમાન પર્યાય સંબંધી જ જતન કર્યા કરે છે. એ મરણના નિશ્ચયથી કોઈ વેળા તો કહે
કે – ‘‘હું મરીશ અને શરીરને બાળી મૂકશે,’’ ત્યારે કોઈ વેળા કહે કે – ‘‘મને બાળી મૂકશે,’’
કોઈ વેળા કહે કે – ‘‘જશ રહ્યો તો હું જીવતો જ છું,’’ ત્યારે કોઈ વેળા કહે – ‘‘પુત્રાદિક રહેશે
તો હું જ જીવું છું.’’ એ પ્રમાણે માત્ર બહાવરાની માફક બકે છે પણ કાંઈ સાવધાનતા નથી.
પોતાને પરલોકમાં પ્રત્યક્ષ જવાનું જાણે છતાં એ સંબંધી તો કાંઈ પણ ઇષ્ટ – અનિષ્ટનો ઉપાય
કરતો નથી, પણ અહીં પુત્ર – પૌત્રાદિક મારી સંતતિમાં ઘણા કાળ સુધી ઇષ્ટ રહ્યા કરે, અનિષ્ટ
ન થાય એવા અનેક ઉપાય કરે. કોઈના પરલોક ગયા પછી આ લોકની સામગ્રીવડે ઉપકાર
થયો જોયો નથી, પરંતુ આ જીવને પરલોક હોવાનો નિશ્ચય થવા છતાં પણ માત્ર આ લોકની
સામગ્રીનું જ જતન રહે છે. વળી વિષય-કષાયની પ્રવૃત્તિવડે વા હિંસાદિ કાર્યવડે પોતે દુઃખી
થાય, ખેદખિન્ન થાય, અન્યનો વેરી થાય, આ લોકમાં નિંદાપાત્ર બને તથા પરલોકમાં બૂરું
થાય એ બધું પોતે પ્રત્યક્ષ જાણે તોપણ એ જ કાર્યોમાં પ્રવર્તે, – ઇત્યાદિ અનેક પ્રકારે પ્રત્યક્ષ
ભાસે તેને પણ અન્યથા શ્રદ્ધાન કરે – જાણે – આચરે એ બધું મોહનું જ માહાત્મ્ય છે.
એ પ્રમાણે આ જીવ મિથ્યાદર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ અનાદિ કાળથી પરિણમે છે અને
એ જ પરિણમનવડે સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ ઉપજાવવાવાળાં કર્મોનો સંબંધ થાય છે.
એ જ ભાવ દુઃખોનું બીજ છે, અન્ય કોઈ નથી. માટે હે ભવ્ય! જો તું દુઃખથી
મુક્ત થવા ઇચ્છે છે તો એ મિથ્યાદર્શનાદિક વિભાવભાવોનો અભાવ કરવો એ જ
કાર્ય છે, એ કાર્ય કરવાથી તારું પરમ કલ્યાણ થશે.
ઇતિ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્ર વિષે મિથ્યાદર્શન-જ્ઞાન
ચારિત્ર નિરૂપક ચોથો અધિકાર સમાપ્ત
I
[ ૯૫