Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 93 of 370
PDF/HTML Page 121 of 398

 

background image
જો તું કહીશ કે‘‘એ નવીન પદાર્થ નીપજ્યા’’ તો એ માયાથી ભિન્ન નીપજ્યા કે
અભિન્ન નીપજ્યા? જો માયાથી ભિન્ન નીપજ્યા છે તો શરીરાદિકને માયામય કેમ કહે છે?
કારણ કે તે તો પદાર્થમય થયા. તથા અભિન્ન નીપજ્યા છે તો માયા તદ્રૂપ જ થઈ, નવીન
પદાર્થ નીપજ્યા કેમ કહે છે?
એ પ્રમાણે શરીરાદિક માયાસ્વરૂપ છે એમ કહેવું માત્ર ભ્રમ છે.
વળી તે કહે છે કે‘‘માયામાંથી રાજસ, તામસ અને સાત્ત્વિક એ ત્રણ ગુણ
ઊપજ્યા’’ એમ કહેવું એ પણ મિથ્યા છે. કારણ કેમાનાદિ કષાયરૂપ ભાવને રાજસ, ક્રોધાદિક
કષાયરૂપ ભાવને તામસ તથા મંદકષાયરૂપ ભાવને સાત્ત્વિક કહેવામાં આવે છે. હવે એ ભાવ
તો ચેતનામય પ્રત્યક્ષ જોવામાં આવે છે અને માયાનું સ્વરૂપ જડ છે તો જડથી એ ભાવ કેવી
રીતે નીપજ્યા? જો જડને પણ એ ભાવ હોય તો પાષાણાદિકને પણ હોય. એ ભાવ તો
ચેતનાસ્વરૂપ જીવના જ દેખાય છે. માટે તે ભાવ માયાથી નીપજ્યા નથી. જો માયાને ચેતન
ઠરાવે તો માનીએ. હવે માયાને ચેતન ઠરાવતાં શરીરાદિક માયાથી ભિન્ન
ભિન્ન નીપજ્યાં
કહીશ તો એ નહિ માનીએ. માટે નિર્ધાર કર. ભ્રમરૂપ માનવાથી શું લાભ છે?
વળી તે કહે છે કે‘‘એ ગુણોમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણ દેવ પ્રગટ થાય.’’
તે કેમ સંભવે? અર્થાત્ એ કહેવું પણ મિથ્યા જ છે. કારણ કે ગુણીથી તો ગુણ થાય પણ
ગુણમાંથી ગુણી કેવી રીતે ઊપજે? જેમ કોઈ પુરુષથી તો ક્રોધ થાય પણ ક્રોધમાંથી પુરુષ
કેવી રીતે ઊપજે? વળી એ ગુણોની તો નિંદા કરવામાં આવે છે તો તેનાથી નીપજેલા બ્રહ્માદિકને
પૂજ્ય કેમ મનાય? વળી ગુણને તો માયામય અને તેને બ્રહ્મના અવતાર કહે છે પણ તે તો
માયાના અવતાર થયા, તેને વળી બ્રહ્મના
*અવતાર કેવી રીતે કહે છે? એ ગુણો જેનામાં
થોડા પણ હોય તેને તો છોડાવવાનો ઉપદેશ આપીએ છીએ તો પછી તેની જ મૂર્તિને પૂજ્ય
માનીએ તો એ કેવો ભ્રમ છે? (એ તો મોટો ભ્રમ છે.)
વળી તેમનું કર્તવ્ય પણ એ ગુણોમય ભાસે છે. કુતૂહલાદિક, યુદ્ધાદિક વા સ્ત્રીસેવનાદિક
કાર્ય તેઓ કરે છે, એ બધી ક્રિયા રાજસાદિક ગુણો વડે જ હોય છે. તેથી તેમને રાજસાદિક
હોય છે એમ કહે. તેમને પૂજ્ય અને પરમેશ્વર કહેવા તો ન બને. જેમ અન્ય સંસારી જીવો
છે તેવા એ પણ છે.
* બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એત્રણે બ્રહ્મની પ્રધાન શક્તિ છે. (વિષ્ણુપુરાણ અ૦ ૨૨-૫૮.)
કલિકાળના પ્રારંભમાં પરબ્રહ્મપરમાત્માએ રજોગુણથી ઉત્પન્ન થઈ બ્રહ્મા થઈને પ્રજાની રચના કરી.
પ્રલય વખતે તમોગુણથી ઉત્પન્ન થઈ કાળ (
શિવ) બનીને તે સૃષ્ટિને ગળી ગયા તથા તે જ
પરમાત્માએ સત્વગુણથી ઉત્પન્ન થઈ નારાયણ બની સમુદ્રમાં શયન કર્યું.
(વાયુપુરાણ અ૦ ૭, ૬૮, ૬૯.)
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૦૩