Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 99 of 370
PDF/HTML Page 127 of 398

 

background image
સર્વનો રક્ષક શા માટે માને છે? માત્ર ભક્ત ભક્ત જે હોય તેમનો જ રક્ષક માન. પરંતુ
ભક્તોનો પણ રક્ષક તે દેખાતો નથી કારણ કે અભક્તો પણ ભક્ત પુરુષોને પીડા ઉપજાવતા
જોઈએ છીએ.
ત્યારે તે કહે છે કે‘‘ઘણીય જગ્યાએ પ્રહ્લાદિકની સહાય તેણે કરી છે.’’ તેને અમે
કહીએ છીએ કેજ્યાં સહાય કરી ત્યાં તો તું એમ માન, પરંતુ મ્લેચ્છમુસલમાન આદિ
અભક્ત પુરુષોથી ભક્ત પુરુષો પ્રત્યક્ષ પીડિત થવા વા મંદિરાદિકને વિઘ્ન કરતાં દેખી અમે
પૂછીએ છીએ કે
ત્યાં તે સહાય નથી કરતો, તો ત્યાં શું વિષ્ણુની શક્તિ જ નથી કે તેને આ
વાતની ખબર નથી? જો શક્તિ નથી તો તેમનાથી પણ તે (વિષ્ણુ) હીનશક્તિનો ધારક થયો,
તથા જો તેને ખબર નથી તો જેને એટલી પણ ખબર નથી તો તે અજ્ઞાની થયો.
તું કહીશ કે‘‘તેનામાં શક્તિ પણ છે તથા તે જાણે પણ છે, પરંતુ તેને એવી જ
ઇચ્છા થઈ,’’ તો પછી તેને ભક્તવત્સલ તું શા માટે કહે છે?
એ પ્રમાણે વિષ્ણુને લોકનો રક્ષક માનવો સાબિત થતું નથી માટે મિથ્યા છે.
વળી તે કહે છે કે
‘‘મહેશ સંહાર કરે છે,’’ એ કહેવું પણ મિથ્યા છે. કારણ કે
પ્રથમ તો મહેશ સંહાર કરે છે તે સદાય કરે છે કે મહાપ્રલય થાય છે ત્યારે જ કરે છે?
જો સદાય કરે છે તો જેમ વિષ્ણુની રક્ષા કરવાપણાથી સ્તુતિ કરી તેમ આની સંહાર
કરવાપણાથી નિંદા કર! કારણ કે
રક્ષા અને સંહાર પરસ્પર પ્રતિપક્ષી છે.
વળી તે સંહાર કેવી રીતે કરે છે? જેમ કોઈ પુરુષ હસ્તાદિક વડે કોઈને મારે વા
કોઈ પાસે મરાવે, તેમ એ મહેશ પોતાનાં અંગો વડે સંહાર કરે છે કે કોઈને આજ્ઞા કરી
મરાવે છે? જો પોતાનાં અંગો વડે સંહાર કરે છે તો સર્વલોકમાં ઘણા જીવોનો ક્ષણે ક્ષણે
સંહાર થાય છે, તો એ કેવા કેવા અંગોવડે વા કોને કોને આજ્ઞા આપી, કેવી રીતે એકસાથે
સંહાર કરે છે? તું કહીશ કે
‘‘મહેશ તો ઇચ્છા જ કરે છે તથા એની ઇચ્છાનુસાર તેમનો
સંહાર સ્વયં થાય છે.’’ તો તેને સદાકાળ મારવારૂપ દુષ્ટ પરિણામ જ રહ્યા કરતાં હશે? તથા
અનેક જીવોને એકસાથ મારવાની ઇચ્છા કેવી રીતે થતી હશે? વળી તે મહાપ્રલય થતાં સંહાર
કરે છે તો પરમબ્રહ્મની ઇચ્છા થતાં કરે છે કે તેની ઇચ્છા વિના જ કરે છે? જો ઇચ્છા
થતાં કરે છે તો પરમબ્રહ્મને એવો ક્રોધ ક્યાંથી થયો કે
સર્વનો પ્રલય કરવાની તેને ઇચ્છા થઈ?
કારણ કેકોઈ કારણ વિના નાશ કરવાની તો ઇચ્છા થાય નહિ. અને નાશ કરવાની ઇચ્છા
તેનું જ નામ ક્રોધ છે. તો એ કારણ બતાવ! તથા જો કારણ વિના પણ ઇચ્છા થાય છે
તો એ બહાવરા જેવી ઇચ્છા થઈ.
તું કહીશ કે‘‘પરબ્રહ્મે આ ખેલ બનાવ્યો હતો અને વળી તે દૂર કર્યો, એમાં કારણ
કાંઈ પણ નથી.’’ તો ખેલ બનાવવાવાળો પણ ખેલ ઇષ્ટ લાગે છે ત્યારે બનાવે છે તથા અનિષ્ટ
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૦૯