Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 100 of 370
PDF/HTML Page 128 of 398

 

background image
લાગે છે ત્યારે દૂર કરે છે. હવે જો તેને આ લોક ઇષ્ટઅનિષ્ટ લાગે છે તો તેને લોકની
સાથે રાગદ્વેષ થયો, તો પરમબ્રહ્મનું સ્વરૂપ સાક્ષીરૂપ શા માટે કહે છે? સાક્ષીભૂત તો તેનું
નામ છે કેજે સ્વયં જેમ હોય તેમ જ દેખ્યાજાણ્યા કરે. પણ જે ઇષ્ટઅનિષ્ટ માની ઉત્પન્ન-
નાશ કરે તેને સાક્ષીભૂત કેવી રીતે કહીએ? કારણ કેસાક્ષીભૂત રહેવું અને કર્તાહર્તા થવું
એ બંને પરસ્પર વિરોધી છે, એકને એ બંને સંભવતાં નથી.
વળી પરમબ્રહ્મને પહેલાં તો એવી ઇચ્છા થતી હતી કે‘હું એક છું તે ઘણો થાઉં.’’
જ્યારે તે ઘણો થયો ત્યારે વળી એવી ઇચ્છા થઈ હશે કે‘‘હું ઘણો છું તે એક થાઉં.’’ તે
તો જેમ કોઈ ભોળપણથી કાર્ય કરી પછી પસ્તાઈ તે કાર્યને દૂર કરવા ઇચ્છે, તેમ પરમબ્રહ્મે
પણ ઘણો થઈ એક થવાની ઇચ્છા કરી તો જાણી શકાય છે કે પોતે પહેલાં ઘણા થવાનું કાર્ય
કર્યું તે ભોળપણથી જ કર્યું હતું એમ જણાય છે. જો ભાવિજ્ઞાનપૂર્વક કાર્ય કર્યું હોત તો તેને
દૂર કરવાની ઇચ્છા શા માટે થાત?
વળી જો પરમબ્રહ્મની ઇચ્છા વિના જ મહેશ સંહાર કરે છે, તો તે પરબ્રહ્મનો વા
બ્રહ્મનો વિરોધી થયો.
તથા અમે પૂછીએ છીએ કેમહેશ લોકનો સંહાર કેવી રીતે કરે છે? પોતાનાં
અંગોવડે સંહાર કરે છે, કે તેને ઇચ્છા થતાં સ્વયં સંહાર થાય છે? જો પોતાનાં અંગોવડે
સંહાર કરે છે, તો તે સર્વનો યુગપત્ (એકસાથ) સંહાર કેવી રીતે કરે છે? તથા તેની ઇચ્છા
થતાં સ્વયં સંહાર થાય છે, તો ઇચ્છા તો પરબ્રહ્મે કરી હતી, મહેશે સંહાર શો કર્યો?
વળી અમે પૂછીએ છીએ કેએ સંહાર થતાં સર્વ લોકમાં જે જીવઅજીવ હતા તે
ક્યાં ગયા? ત્યારે તે કહે છે કે‘‘જીવોમાં ભક્ત હતા તેઓ તો બ્રહ્મમાં મળી ગયા તથા અન્ય
માયામાં મળ્યા.’’
હવે તેને અમે પૂછીએ છીએ કેમાયા બ્રહ્મથી જુદી રહે છે કે પછી એક થઈ જાય
છે? જો જુદી રહે છે તો બ્રહ્મની માફક માયા પણ નિત્ય થઈ તેથી અદ્વૈતબ્રહ્મ તો ન રહ્યો.
તથા માયા બ્રહ્મમાં એકરૂપ થઈ જાય છે તો જે જીવો માયામાં મળેલા હતા તેઓ પણ માયાની
સાથે બ્રહ્મમાં મળી ગયા. જ્યારે મહાપ્રલય થતાં સર્વનું પરમબ્રહ્મમાં મળવું ઠર્યું તો મોક્ષનો
ઉપાય શા માટે કરીએ?
વળી જે જીવો માયામાં મળ્યા હતા તેઓ જ ફરી લોકરચના થતાં લોકમાં આવશે,
કે તેઓ બ્રહ્મમાં મળી ગયેલા હોવાથી અન્ય નવા ઊપજશે? જો તેઓ જ આવશે તો જણાય
છે કે
તેઓ જુદા જુદા જ રહે છે, મળી ગયા શા માટે કહે છે? તથા નવા ઊપજશે તો
જીવનું અસ્તિત્વ થોડા કાલ સુધી જ રહે છે એટલે મુક્ત થવાનો ઉપાય જ શા માટે કરીએ?
વળી તે કહે છે કે‘‘પૃથ્વી આદિ છે તે માયામાં મળી જાય છે.’’ તો માયા
૧૧૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક