અમૂર્તિક – સચેતન છે કે મૂર્તિક – અચેતન છે? જો અમૂર્તિક – સચેતન છે તો તેમાં મૂર્તિક – અચેતન
કેવી રીતે મળે? તથા જો મૂર્તિક – અચેતન છે તો તેમાં અમૂર્તિક – સચેતન કેવી રીતે મળે? તથા
મૂર્તિક – અચેતન છે તો બ્રહ્મમાં મળે છે કે નહિ? જો મળે છે તો તેના મળવાથી બ્રહ્મ પણ
મૂર્તિક – અચેતનવડે મિશ્રિત થયું તથા જો નથી મળતા તો અદ્વૈતતા ન રહી! તું કહીશ કે –
‘‘એ સર્વ અમૂર્તિક છે તે ચેતન બની જાય છે.’’ તો આત્મા અને શરીરાદિકની એકતા થઈ.
હવે તેને સંસારી જીવો પણ એકતા જ માને છે તો તેમને અજ્ઞાની શા માટે કહે છે?
વળી લોકનો પ્રલય થતાં મહેશનો પ્રલય થાય છે કે નહિ? જો થાય છે તો તે એકસાથ
થાય છે કે આગળ પાછળ થાય છે? જો એકસાથ થાય છે તો પોતે જ નષ્ટ થતો મહેશ
લોકને નષ્ટ કેવી રીતે કરી શકે? તથા આગળ પાછળ થાય છે તો લોકને નષ્ટ કરી એ મહેશ
પોતે ક્યાં રહ્યો? કારણ કે પોતે પણ સૃષ્ટિમાં જ હતો.
એમ મહેશને સૃષ્ટિનો સંહારકર્તા માને છે તે અસંભવ છે.
એ પ્રમાણે વા અન્ય અનેક પ્રકારથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સૃષ્ટિને ઉપજાવવાવાળા,
રક્ષા કરવાવાળા તથા સંહાર કરવાવાળા માનવા તે બનતું જ નથી તેથી મિથ્યા છે એમ સમજી
લોકને અનાદિનિધન માનવો.
‘‘લોકના અનાદિનિધાનપણાની પુષ્ટિ — ’’
આ લોકમાં જે જીવાદિ પદાર્થો છે તે જુદા જુદા અનાદિનિધન છે. તેમની અવસ્થાની
પલટના થયા કરે છે એ અપેક્ષાએ તેમને ઊપજતા – વિણસતા કહીએ છીએ. સ્વર્ગ, નરક અને
દ્વીપાદિક છે તે અનાદિથી એ જ પ્રમાણે છે અને સદાકાળ એમ જ રહેશે.
તું કહીશ કે — કોઈના બનાવ્યા વિના એવા આકારાદિક કેમ સંભવે? થાય તો
બનાવવાથી જ થાય. પણ એમ નથી; કારણ કે – અનાદિથી જ જે છે ત્યાં તર્ક શો? જેમ તું
પરમબ્રહ્મનું સ્વરૂપ અનાદિનિધન માને છે તેમ એ સ્વર્ગાદિક તથા જીવાદિક પણ અનાદિનિધન
માને છે. તું કહીશ કે – જીવાદિક વા સ્વર્ગાદિક કેવી રીતે થયા? તો અમે પૂછીએ છીએ કે –
પરમબ્રહ્મ કેવી રીતે થયો? તું કહીશ કે – એની (લોકની) રચના આવી કોણે કરી? તો અમે
પૂછીએ છીએ કે – પરમબ્રહ્મને આવો કોણે બનાવ્યો? તું કહીશ કે પરમબ્રહ્મ સ્વયંસિદ્ધ છે. તો
અમે કહીએ છીએ કે – જીવાદિક વા સ્વર્ગાદિક પણ સ્વયંસિદ્ધ છે. તું કહીશ કે – તેની અને
પરમબ્રહ્મની સમાનતા કેમ સંભવે? અમે કહીએ છીએ કે – એવી સંભવતામાં દૂષણ બતાવ. જેમ
લોકને નવો ઉપજાવવો, તેનો નાશ કરવો તેમાં અમે અનેક દોષ બતાવ્યા, તેમ લોકને
અનાદિનિધન માનવામાં શો દોષ છે? તે તું બતાવ!
તું જે પરમબ્રહ્મ માને છે તે જુદો કોઈ નથી, પરંતુ સંસારમાં જીવ છે તે જ
યથાર્થજ્ઞાનવડે મોક્ષમાર્ગ સાધનથી સર્વજ્ઞ – વીતરાગ થાય છે.
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૧૧