પ્રશ્નઃ — તમે તો ન્યારા ન્યારા જીવો અનાદિનિધન કહો છો, પણ મોક્ષ થયા
પછી તો તે નિરાકાર થાય છે, તો ત્યાં ન્યારા ન્યારા કેવી રીતે સંભવે?
ઉત્તરઃ — મુક્ત થયા પછી સર્વજ્ઞને તે દેખાય છે કે નહિ? જો દેખાય છે તો કોઈ
આકાર જ દેખાતો હશે, આકાર દીઠા વિના તેણે શું દેખ્યું? તથા જો નથી દેખાતા તો કાં
તો વસ્તુ જ નથી અગર કાં તો સર્વજ્ઞ નથી. માટે ઇન્દ્રિયજ્ઞાનગમ્ય એ આકાર નથી એ
અપેક્ષાએ તે (જીવો) નિરાકાર છે તથા સર્વજ્ઞજ્ઞાનગમ્ય છે તેથી તે આકારવાન છે. હવે જ્યારે
તે આકારવાન ઠર્યા તો જુદા જુદા તેઓ હોય તેમાં શો દોષ આવે છે? વળી તું જો જાતિ
અપેક્ષાએ એક કહે તો તે અમે પણ માનીએ છીએ. જેમ ઘઉંના દાણા જુદા જુદા છે પણ
તેની જાતિ એક છે તેમ એક માનીએ તો તેમાં કાંઈ દોષ નથી.
એ પ્રમાણે યથાર્થશ્રદ્ધાનવડે લોકમાં સર્વ પદાર્થો અકૃત્રિમ જુદા જુદા અનાદિનિધન
માનવા. પણ જો માત્ર નિરર્થક ભ્રમવડે સાચ – જૂઠનો નિર્ણય ન કરે તો તું જાણે, કારણ કે –
તારા શ્રદ્ધાનનું ફળ તું જ પામીશ.
વળી તેઓ જ બ્રહ્માથી પુત્ર – પૌત્રાદિકવડે કુળપ્રવૃત્તિ ચાલી કહે છે. એ કુળોમાં રાક્ષસ,
મનુષ્ય, દેવ વા તિર્યંચોમાં પરસ્પર પ્રસૂતિભેદ તેઓ બતાવે છે. દેવથી મનુષ્ય અને મનુષ્યથી
દેવ વા તિર્યંચથી મનુષ્ય ઇત્યાદિ કોઈ માતા અને કોઈ પિતાથી પુત્ર – પુત્રીનું ઊપજવું બતાવે
છે. પણ એ કેવી રીતે સંભવે?
વળી મનથી, પવનાદિથી વા વીર્ય સૂંઘવા આદિથી પ્રસૂતિ થવી બતાવે છે. પણ એ
પ્રત્યક્ષ વિરુદ્ધ ભાસે છે. કારણ એમ થતાં પુત્ર – પૌત્રાદિનો નિયમ કેવી રીતે રહ્યો? વળી મોટા
મોટા મહાન પુરુષો અન્ય અન્ય માતપિતાથી થયા તેઓ કહે છે, મહાન પુરુષો કુશીલવાન
માતપિતાથી કેમ ઊપજે ? એ તો લોકમાં પણ ગાળ મનાય છે. તો એમ કહી તેની મહંતતા
શા માટે કહે છે?
વળી મેલ આદિ વડે ગણેશાદિકની ઉત્પત્તિ બતાવે છે, વા કોઈનું અંગ કોઈને જોડાયું
એમ બતાવે છે. ઇત્યાદિ અનેક પ્રત્યક્ષવિરુદ્ધ તેઓ કહે છે.
અવતાર મીમાંસા
વળી ચોવીસ ૧અવતાર થયા તેઓ કહે છે, તેમાં કોઈ અવતારોને તો પૂર્ણાવતાર કહે
૧. સનતકુમાર – ૧, શૂકર (-વારાહ) અવતાર – ૨, દેવર્ષિનારદ – ૩, નર – નારાયણ – ૪,
કપિલ – ૫, દતાત્રય – ૬, યજ્ઞપુરુષ – ૭, ૠષભાવતાર – ૮, પૃથુ અવતાર – ૯, મત્સ્ય ૧૦, કચ્છપ – ૧૧,
ધનવંતરી – ૧૨, મોહિની – ૧૩, નૃસિંહાવતાર – ૧૪, વામન – ૧૫, પરશુરામ – ૧૬, વ્યાસ – ૧૭, હંસ – ૧૮,
રામાવતાર – ૧૯, કૃષ્ણાવતાર – ૨૦, હયગ્રીવ – ૨૧, હરિ – ૨૨, બુદ્ધ – ૨૩, કલ્કિ – ૨૪. એમ ચોવીશ અવતાર
માને છે. (ભાગવતસ્કંધ – ૫ અ. ૬ – ૭ – ૧૧.)
૧૧૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક