છે તથા કોઈને અંશાવતાર કહે છે. હવે પૂર્ણાવતાર થતાં બ્રહ્મ અન્ય ઠેકાણે વ્યાપી રહ્યો છે
કે નહિ? જો વ્યાપી રહ્યો છે તો આ અવતારોને તું પૂર્ણાવતાર શા માટે કહે છે? તથા જો
નથી વ્યાપી રહ્યો તો એટલો જ માત્ર બ્રહ્મ રહ્યો. વળી અંશાવતાર થયો ત્યાં બ્રહ્મનો અંશ
તો તું સર્વત્ર કહે છે, તો આમાં અધિકતા શું થઈ? વળી તુચ્છ કાર્ય માટે બ્રહ્મે પોતે અંશાવતાર
ધાર્યો કહે છે, તેથી જણાય છે કે અવતાર ધાર્યા વિના બ્રહ્મની શક્તિ એ કાર્ય કરતી નહોતી.
કારણ કે – જે કાર્ય અલ્પ ઉદ્યમથી થાય ત્યાં ઘણો ઉદ્યમ શા માટે કરીએ?
વળી એ અવતારોમાં મચ્છ કચ્છાદિ અવતાર થયા, પણ કિંચિત્ કાર્ય કરવા માટે હીન
તિર્યંચપર્યાયરૂપ બ્રહ્મ થયો. પણ એ કેમ સંભવે? પ્રહ્લાદ માટે નરસિંહ અવતાર થયો પણ
હિરણાકશ્યપને એવો થવા જ કેમ દીધો? અને કેટલાક કાળ સુધી પોતાના ભક્તને શા માટે દુઃખ
અપાવ્યું? તથા વિરૂપ (કદરૂપો) સ્વાંગ શા માટે ધર્યો? તેઓ નાભિરાજાને ત્યાં વૃષભાવતાર થયો
બતાવે છે. નાભિરાજાને પુત્રપણાનું સુખ ઉપજાવવા માટે અવતાર ધારણ કર્યો તો તેણે ઘોર
તપશ્ચરણ શા માટે કર્યું ? તેને તો કાંઈ સાધ્ય હતું જ નહિ. તું કહીશ કે – ‘‘જગતને બતાવવા
માટે એમ કર્યું.’’ તો કોઈ અવતાર તપશ્ચરણ બતાવે, કોઈ અવતાર ભોગાદિક બતાવે, કોઈ
અવતાર ક્રોધાદિક પ્રગટ કરે તથા કોઈ કુતૂહલ માત્ર નાચે, તો તેમાં જગત કોને ભલો જાણે?
વળી તે કહે છે કે — ‘‘એક ‘અરહંત’ નામનો રાજા થયો તેણે વૃષભાવતારનો મત
અંગીકાર કરી જૈનમત પ્રગટ કર્યો.’’ પણ જૈનમાં તો કોઈ ‘અરહંત’ નામનો રાજા થયો નથી.
ત્યાં તો સર્વજ્ઞપદ પામી પૂજવા યોગ્ય હોય તેનું જ નામ અર્હંત્ છે.
વળી તેઓ રામ અને કૃષ્ણ એ બે જ અવતારોને મુખ્ય કહે છે. પણ રામાવતારે શું
કર્યું? સીતાને માટે વિલાપ કરી રાવણથી લડી તેને મારી રાજ્ય કર્યું. તથા કૃષ્ણાવતારે પહેલાં
ગોવાળ થઈ પરસ્ત્રી ગોપિકાઓને માટે નાના પ્રકારની વિપરીત નિંદ્ય ચેષ્ટા કરી, પછી જરાસંઘ
આદિને મારી રાજ્ય કર્યું. પણ એવાં કાર્યો કરવાથી શું સિદ્ધિ થઈ?
રામકૃષ્ણાદિનું તેઓ એક સ્વરૂપ કહે છે. તો વચ્ચેના એટલા કાળ સુધી તેઓ ક્યાં
રહ્યા? જો બ્રહ્મમાં રહ્યા તો ત્યાં જુદા રહ્યા કે એક રહ્યા? જો જુદા રહ્યા તો જણાય છે
કે – તેઓ બ્રહ્મથી જુદા જ ઠર્યા. તથા એક રહે છે તો રામ પોતે જ કૃષ્ણ થયા અને સીતા
પોતે જ રુક્મિણી થઈ ઇત્યાદિ કેવી રીતે કહો છો?
વળી તેઓ રામાવતારમાં તો સીતાને મુખ્ય કહે છે, તથા કૃષ્ણાવતારમાં એ જ સીતાને
રુક્મિણી થઈ કહે છે. હવે તેને તો પ્રધાનરૂપ ન કહેતાં રાધિકાકુમારીને મુખ્ય કહે છે. ત્યાં
પૂછીએ છીએ ત્યારે કેમ કહે છે કે – ‘‘રાધિકા ભક્ત હતી.’’ પણ પોતાની સ્ત્રીને છોડી એક
દાસીને મુખ્ય કરવી કેમ બને? વળી કૃષ્ણને તો રાધિકા સહિત પરસ્ત્રીસેવનનાં સર્વવિધાન થયાં,
પણ એ ભક્તિ કેવી? એવાં કાર્ય તો મહાનિંદ્ય છે. વળી રુક્મિણીને છોડી રાધિકાને મુખ્ય
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૧૩