Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 104 of 370
PDF/HTML Page 132 of 398

 

background image
કરી તે શું પરસ્ત્રીસેવનને ભલું જાણી કરી હશે? તથા એ કૃષ્ણ એક રાધા જ વિષે આસક્ત
ન થયા પરંતુ અન્ય ગોપીઓ
*કુબ્જા આદિ અનેક પરસ્ત્રીઓમાં પણ આસક્ત થયા. એ
અવતાર એવાં જ કાર્યોનો અધિકારી થયો.
વળી તેઓ કહે છે કે‘‘લક્ષ્મી તેની સ્ત્રી છે’’ અને ધનાદિકને લક્ષ્મી કહે છે? પણ
તે તો પૃથ્વી આદિમાં જેમ પાષાણ અને ધૂળ આદિ છે તેમ રત્નસુવર્ણાદિકને જોઈએ છીએ.
એથી જુદી લક્ષ્મી કોણ છે કે જેનો ભરથાર નારાયણ છે? વળી તેઓ સીતાદિકને માયાનું
સ્વરૂપ કહે છે. હવે તેમાં તે આસક્ત થયા ત્યારે તે માયામાં જ આસક્ત થયા કેમ ન કહેવાય?
બહુ ક્યાં સુધી કહીએ? તેઓ જે નિરૂપણ કરે છે તે બધું વિરુદ્ધ કરે છે. પરંતુ જીવોને
ભોગાદિકની વાત ગમે છે તેથી તેમનું કહેવું વહાલું લાગે છે.
એ પ્રમાણે તેઓ અવતાર કહે છે, અને તેને બ્રહ્મસ્વરૂપ કહે છે. તથા અન્ય જીવોને
પણ બ્રહ્મસ્વરૂપ કહે છે. એક તો મહાદેવને તેઓ બ્રહ્મસ્વરૂપ માને છે, અને તેને વળી યોગી
કહે છે, પણ તેણે યોગ શા માટે ગ્રહણ કર્યો? મૃગછાલા અને ભસ્મ ધારણ કરે છે તે શા
માટે ધારણ કરે છે? તે રુંડમાલા પહેરે છે. હવે જ્યારે હાંડકાંને અડકવું પણ નિંદ્ય છે. તો
તેને ગળામાં શા માટે ધારણ કરે છે? સર્પાદિક સહિત છે, અને આંકડો
ધતૂરો ખાય છે તેમાં
શું મોટાઈ કે ભલાઈ છે? ત્રિશૂલાદિ તે રાખે છે પણ તેને કોનો ભય છે? પાર્વતીના સંગસહિત
છે પણ યોગી બની જોડે સ્ત્રી રાખે છે એવું વિપરીતપણું તેણે શા માટે કર્યું? જો કામાસક્ત
હતા તો ઘરમાં જ રહેવું હતું! તથા નાનાપ્રકારે તેણે વિપરીત ચેષ્ટાઓ કરી તેનું પ્રયોજન તો
કાંઈ જણાતું નથી, માત્ર બહાવરા જેવું કર્તવ્ય દેખાય છે છતાં તેને તેઓ બ્રહ્મસ્વરૂપ કહે છે.
વળી તેઓ કૃષ્ણને મહાદેવના સેવક કહે છે, કોઈ વેળા તેને કૃષ્ણના સેવક કહે છે
તથા કોઈ વેળા બંનેને એક કહે છે. કાંઈ ઠેકાણું જ નથી.
સૂર્યાદિકને બ્રહ્મનું સ્વરૂપ કહે છે. વિષ્ણુએ કહ્યું છે કે‘‘ધાતુઓમાં સુવર્ણ, વૃક્ષોમાં
કલ્પવૃક્ષ તથા જુગારમાં જૂઠ ઇત્યાદિકમાં હું જ છું,’’ એમ તેઓ કહે છે, પણ પૂર્વાપર કંઈ
વિચારતા જ નથી. કોઈ એક અંગ વડે સંસારી જીવને મહંત માને અને તેને જ બ્રહ્મનું સ્વરૂપ
પણ કહે તો ‘‘બ્રહ્મ સર્વવ્યાપી છે’’ એવું વિશેષણ શા માટે આપો છો? ‘સૂર્યાદિકમાં વા
સુવર્ણાદિકમાં પણ બ્રહ્મ છે;’’ હવે સૂર્ય અજવાળું કરે છે અને સુવર્ણ ધન છે ઇત્યાગિ ગુણો
વડે તેમાં બ્રહ્મ માન્યો, તો સૂર્યની માફક દીપાદિક પણ અજવાળું કરે છે તથા સુવર્ણની માફક
રૂપું, લોખંડ આદિ પણ ધન છે, ઇત્યાદિ ગુણ અન્ય પદાર્થોમાં પણ છે તો તેમને પણ બ્રહ્મ
માનો! તેમને નાના
મોટા માનો પણ જાતિ તો એક થઈ. એમ જૂઠી મહંતતા ઠરાવવા માટે
તેઓ અનેક પ્રકારની યુક્તિઓ બનાવે છે.
* ભાગવતસ્કંધ ૧૦, અ. ૪૮, ૧૧૧.
૧૧૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
15