વળી તેઓ જ્વાલા માલિની આદિ અનેક દેવીઓને માયાનું સ્વરૂપ કહી હિંસાદિક પાપ
ઊપજાવી તેનું પૂજન ઠરાવે છે. પણ માયા તો નિંદ્ય છે, તેનું પૂજન કેમ સંભવે? તથા હિંસાદિક
કરતાં ભલું કેમ થાય? ગાય, સર્પાદિક અભક્ષ્ય – ભક્ષણાદિસહિત પશુને તેઓ પૂજ્ય કહે છે;
અગ્નિ, પવન અને જળાદિકને દેવ ઠરાવી તેને પૂજ્ય કહે છે, તથા વૃક્ષાદિકને પણ કલ્પિત
યુક્તિ બનાવી પૂજ્ય કહે છે.
ઘણું શું કહીએ? પુરુષલિંગી નામ સહિત જે હોય તેમાં તો બ્રહ્મની કલ્પના કરી તથા
સ્ત્રીલિંગી નામ સહિત જે હોય તેમાં માયાની કલ્પના કરી તેઓ અનેક વસ્તુઓનું પૂજન ઠરાવે
છે. એમને પૂજવાથી શું ફળ થશે, તેનો પણ કાંઈ વિચાર નથી. માત્ર જૂઠાં લૌકિક પ્રયોજનરૂપ
કારણો ઠરાવી તેઓ જગતને ભમાવે છે.
વળી તેઓ કહે છે કે — ‘‘વિધાતા શરીરને ઘડે છે, યમ મારે છે, મરતી વેળા યમના
દૂત લેવા આવે છે, મર્યા પછી માર્ગમાં ઘણો કાળ લાગે છે, ત્યાં પુણ્ય – પાપના હિસાબ લેવાય
છે તથા ત્યાં દંડાદિક દે છે.’’ પણ એ બધી કલ્પિત જૂઠી યુક્તિ છે. કારણ કે – સમય સમય
અનંત જીવો ઊપજે છે અને મરે છે, તે સર્વનું યુગપત્ કેવી રીતે આ પ્રકારે સંભવે? અને
એમ માનવા માટે કોઈ કારણ પણ ભાસતું નથી.
વળી તેઓ મરણ પછી શ્રાદ્ધાદિકવડે તેનું ભલું થવું કહે છે, પણ જીવતાં તો કોઈનાં
પુણ્ય – પાપવડે કોઈ બીજો સુખી – દુઃખી થતો દેખાતો જ નથી, તો મરણ પછી કેવી રીતે થશે?
માત્ર મનુષ્યોને ભમાવી પોતાનો લોભ સાધવા માટે તેઓ આવી યુક્તિઓ બનાવે છે.
કીડી, પતંગ અને હિંસાદિક જીવ પણ ઊપજે – મરે છે તેમને તેઓ પ્રલયના જીવ ઠરાવે
છે. પણ જેમ મનુષ્યાદિકને જન્મ – મરણ થતાં જોઈએ છીએ, તે જ પ્રમાણે તેમને પણ થતાં
જોઈએ છીએ. માત્ર જૂઠી કલ્પના કરવાથી શું સિદ્ધિ છે?
વળી તેઓ શાસ્ત્રોમાં કથાદિકનું નિરૂપણ કરે છે, ત્યાં પણ વિચાર કરતાં વિરુદ્ધતા જ
ભાસે છે.
✾ યજ્ઞમાં પશુવધાથી ધાર્મકલ્પના – પશુહિંસાનો નિષેધા ✾
વળી તેઓ યજ્ઞાદિક કરવામાં ધર્મ ઠરાવે છે. યજ્ઞમાં મોટા જીવોનો હોમ કરે છે,
અગ્નિ – કાષ્ઠાદિકનો મહાઆરંભ કરે છે અને તેમાં જીવઘાત થાય છે. હવે તેમનાં જ શાસ્ત્રોમાં
વા લોકમાં હિંસાનો તો નિષેધ છે, પરંતુ તેઓ એવા નિર્દય છે કે – એ બધું કાંઈ ગણતા જ
નથી. તેઓ કોઈ કહે છે કે – ‘‘यज्ञार्थं पशवः सृष्टाः અર્થાત્ યજ્ઞ માટે જ પશુ બનાવ્યાં છે, તેથી
ત્યાં ઘાત કરવાનો કાંઈ દોષ નથી.’’
વળી મેઘ આદિનું થવું, શત્રુ આદિનો વિનાશ થવો, ઇત્યાદિ ફળ બતાવી તેઓ પોતાના
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૧૫