કારણ કે – એક જ પદાર્થમાં પોતાપણું માનવું અને પરપણું પણ માનવું એમ બંને કેવી રીતે
સંભવે? માટે ભ્રમ છોડી નિર્ણય કરવો યોગ્ય છે.
વળી કોઈ નામ જ જપે છે, પણ જેનું તે નામ જપે છે તેનું સ્વરૂપ ઓળખ્યા વિના
કેવળ નામ જ જપવું કેવી રીતે કાર્યકારી થાય? તું કહીશ કે – ‘‘નામનો એવો અતિશય છે.’’
તો જે નામ ઈશ્વરનું છે તે જ નામ કોઈ પાપી પુરુષનું ધર્યું હોય તો ત્યાં બંનેનાં નામ
ઉચ્ચારણમાં ફળની તો સમાનતા થઈ? પણ એમ કેવી રીતે બને? માટે પહેલાં સ્વરૂપનો નિર્ણય
કરી પછી ભક્તિ કરવા યોગ્ય હોય તેની ભક્તિ કરવી.
એ પ્રમાણે નિર્ગુણભક્તિનું સ્વરૂપ દર્શાવ્યું. હવે સગુણ ભક્તિ કહીએ છીએ.
જ્યાં કામ ક્રોધાદિજન્ય કાર્યોના વર્ણનવડે, સ્તુતિ આદિ કરવામાં આવે તેને તેઓ
સગુણભક્તિ કહે છે.
એ સગુણભક્તિમાં જેમ લૌકિક શૃંગારપૂર્વક નાયક – નાયિકાનું વર્ણન કરીએ છીએ, તેમ
તેઓ ઠાકોર – ઠકુરાણીનું વર્ણન કરે છે, ત્યાં સ્વસ્ત્રી – પરસ્ત્રી સંબંધી સંયોગ – વિયોગરૂપ સર્વ
વ્યવહાર નિરૂપણ કરે છે. સ્નાન કરતી સ્ત્રીઓનાં વસ્ત્ર ચોરવાં, દહીં લૂંટવું, સ્ત્રીઓના ચરણે
પડવું અને સ્ત્રીઓની આગળ નાચવું ઇત્યાદિ કાર્યો કે – જે કરતાં સંસારી જીવો લજ્જા પામે
તેવાં કાર્યો કરવાં તેઓ ઠરાવે છે. પણ એવાં કાર્યો તો અતિ કામની પીડા થતાં જ બને.
વળી યુદ્ધાદિક કાર્ય કર્યાં કહે છે, પણ એ ક્રોધનાં કાર્ય છે, પોતાનો મહિમા બતાવવા
માટે ઉપાય કર્યા કહે છે, પણ એ માનનાં કાર્ય છે. અનેક છળ કર્યાં કહે છે. પણ એ માયાનાં
કાર્ય છે. વિષયસામગ્રીની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કર્યાં કહે છે, પણ એ લોભનાં કાર્ય છે, તથા
કુતૂહલાદિક કાર્યો કર્યાં કહે છે, પણ એ હાસ્યાદિકનાં કાર્ય છે, એ પ્રમાણે એ બધાં કાર્યો
ક્રોધાદિયુક્ત થતાં જ બને.
એ પ્રમાણે કામ – ક્રોધાદિથી ઉત્પન્ન થયેલાં કાર્યોને પ્રગટ કરી કહે છે કે – ‘‘અમે સ્તુતિ
કરીએ છીએ.’’ હવે જો કામ – ક્રોધાદિજન્ય કાર્યો જ સ્તુતિયોગ્ય થતાં હોય તો નિંદ્ય કાર્ય ક્યાં
ઠરશે? જેની લોકમાં અને શાસ્ત્રમાં અત્યંત નિંદા હોય તે જ કાર્યોનું વર્ણન કરી સ્તુતિ કરવી
એ તો હસ્તચુગલ જેવું કાર્ય થયું.
અમે પૂછીએ છીએ કે — કોઈનું નામ કહ્યા વિના આવાં કાર્યોનું જ નિરૂપણ કરી કોઈ
તેમને કહે કે – ‘‘ફલાણાએ આવાં કાર્યો કર્યાં’’ તો તેને તમે ભલા જાણશો કે બૂરો? જો ભલો
જાણશો તો પાપી ભલા થયા પણ બૂરો કોણ થયો, તથા બૂરો જાણશો તો એવાં કાર્ય કોઈ
પણ કરો, પરંતુ એ બૂરો જ થયો. પક્ષપાત રહિત ન્યાય કરો?
જો પક્ષપાતપૂર્વક કહેશો કે — ‘‘ઠાકોરજીનું એવું વર્ણન કરવું એ પણ સ્તુતિ છે’’ તો
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૧૭