Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 108 of 370
PDF/HTML Page 136 of 398

 

background image
ઠાકોરજીએ એવાં કાર્ય શા અર્થે કર્યાં? એવાં નિંદ્યકાર્ય કરવામાં શું સિદ્ધિ થઈ? તમે કહેશો
કે
પ્રવૃત્તિ ચલાવવા માટે કર્યાં. પણ પરસ્ત્રીસેવન આદિ નિંદ્યકાર્યોની પ્રવૃત્તિ ચલાવવામાં પોતાને
વા અન્યને શું નફો થયો? માટે ઠાકોરજીએ આવાં કાર્યો કરવાં સંભવતાં નથી. વળી જો એ
કાર્યો ઠાકોરે નથી કર્યાં. કેવળ તમે જ કહો છો, તો જેમાં દોષ નહોતો તેમાં દોષ લગાવ્યો!
એટલે એવું વર્ણન કરવું તો નિંદા જ છે, સ્તુતિ નહિ.
વળી સ્તુતિ કરતાં જે ગુણોનું વર્ણન કરીએ તે રૂપ જ પરિણામ થાય વા તેમાં જ અનુરાગ
આવે. હવે કામક્રોધાદિ કાર્યોનું વર્ણન કરતાં પોતે પણ કામક્રોધાદિરૂપ થાય, અથવા કામ
ક્રોધાદિમાં અનુરાગી થાય, તેથી એવા ભાવ તો ભલા નથી. તમે કહેશો કે‘‘ભક્ત એવા ભાવ
કરતો નથી’’ તો પરિણામ થયા વિના ભક્તિ કેવી રીતે કરી? અને અનુરાગ થયા વિના
વર્ણન કેવી રીતે કર્યું? ભક્તિ કેવી રીતે કરી? જો એ ભાવો જ રૂડા હોય તો બ્રહ્મચર્ય
અને ક્ષમાદિકને ભલા શામાટે કહો છો? કારણ કે તેમને તો એકબીજાથી પ્રતિપક્ષપણું છે.
વળી સગુણભક્તિ કરવા માટે રામકૃષ્ણાદિકની મૂર્તિ પણ શૃંગારાદિકવડે વક્રત્વાદિ
સહિત અને સ્ત્રી આદિ સંગસહિત બનાવે છે, તેને જોતાં જ કામક્રોધાદિભાવ પ્રગટ થઈ આવે
મહાદેવને માત્ર લિંગનો જ આકાર બનાવે છે. જુઓ, કેટલી વિટંબણા કેજેનું નામ લેતાં પણ
લાજ આવે, જગત પણ જેને ઢાંકી રાખે છે, તેના જ આકારનું તેઓ પૂજન કરાવે છે. શું
તેને અન્ય અંગ નહોતાં? પરંતુ ઘણી વિટંબણા તો એમ જ કરતાં પ્રગટ થાય છે.
વળી સગુણભક્તિ માટે નાનાપ્રકારની વિષયસામગ્રી તેઓ એકઠી કરે છે, ત્યાં નામ
તો ઠાકોરજીનું દે, અને તેને પોતે જ ભોગવે. ભોજનાદિક બનાવી ‘‘ઠાકોરજીને ભોગ લગાવ્યો,’’
એમ કહી પછી તેમાં પ્રસાદની કલ્પના કરી પોતે જ ભક્ષણ કરી જાય છે. ત્યાં અમે પૂછીએ
છીએ કે પહેલાં ઠાકોરજીને ક્ષુધા
તૃષાદિકની પીડા હશે? જો પીડા ન હોય તો આવી કલ્પના
કેમ સંભવે? તથા ક્ષુધાદિકવડે પીડિત હોય તો તે વ્યાકુળ પણ હોય, ત્યારે એ ઈશ્વર તો દુઃખી
થયો, તે અન્યના દુઃખને કેવી રીતે દૂર કરે? વળી ભોજનાદિક સામગ્રી પોતે તો તેના માટે
મંગાવે, તથા તેને અર્પણ કરી તે કરી, પછી પ્રસાદ તો એ ઠાકોરજી આપે ત્યારે જ થાય,
પોતાનો કર્યો તો ન જ થાય. જેમ કોઈ રાજાને કાંઈ ભેટ કરે પછી રાજા બક્ષિસ કરે તો
તે ગ્રહણ કરવી યોગ્ય છે, પણ પોતે રાજાને ભેટ કરે અને રાજા તો કંઈ કહે નહિ, માત્ર
‘‘રાજાએ મને બક્ષિસ કરી’’ એમ પોતે જ કહી તેને અંગીકાર કરે, એ તો માત્ર ખેલ જ
થયો. તેમ અહીં પણ એમ કરવાથી ભક્તિ તો ન થઈ પણ માત્ર હાસ્ય કરવું જ થયું.
વળી ઠાકોરજી અને તું બે છો કે એક? જો બે છો તો તેં ભેટ કરી, હવે તેને ઠાકોરજી
બક્ષિસ આપે તો ગ્રહણ કર, તું પોતે જ શા માટે ગ્રહણ કરે છે? તું કહીશ કે‘‘ઠાકોરજીની
તો મૂર્તિ છે, તેથી એવી હું જ કલ્પના કરું છું.’’ તો ઠાકોરજીને કરવાનું કાર્ય તેં જ કર્યું,
૧૧૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક