તેથી તું જ ઠાકોરજી થયો? તથા જો એક છો તો ભેટ કરવી, પ્રસાદ કરવો, એ બધું જૂઠું
થયું. કારણ કે – એક થતાં એવો વ્યવહાર સંભવતો નથી. તેથી માત્ર ભોજનાસક્ત પુરુષો દ્વારા
આવી કલ્પના કરવામાં આવે છે.
વળી ઠાકોરજીના માટે નૃત્ય – ગીતાદિક કરવામાં તથા શીત – ગ્રીષ્મ – વસંતાદિ ૠતુઓમાં
સંસારીઓમાં સંભવતી એવી વિષયસામગ્રી એકઠી કરવી, ઇત્યાદિ કાર્યો તેઓ કરે છે. ત્યાં નામ
તો ઠાકોરજીનું લેવું, અને ઇન્દ્રિયવિષય પોતાના પોષવા, એવા બધા ઉપાય માત્ર વિષયાસક્ત
જીવોએ જ કર્યા છે. ઠાકોરજીનો જન્મ, વિવાહાદિક, રાજભોગ, શયન અને જાગરણાદિની
કલ્પના તેઓ કરે છે, તે જેમ કોઈ છોકરા – છોકરી, ગુડ્ડા – ગુડ્ડીના ખેલ બનાવી કુતૂહલ કરે,
તેમ આ પણ કુતૂહલ કરવા જેવું જ છે. પરમાર્થરૂપ ગુણ તેમાં કાંઈ પણ નથી. બાળ
ઠાકોરજીનો સ્વાંગ બનાવી તેઓ ચેષ્ટા બતાવે છે, તેમાં એ વડે પોતાના જ વિષય – પોષણ કરે
અને કહે કે – ‘‘આ પણ ભક્તિ છે.’’ ઇત્યાદિ ઘણું શું કહીએ? એવી એવી અનેક વિપરીતતા
સગુણભક્તિમાં હોય છે.
એ પ્રમાણે બે પ્રકારની ભક્તિવડે તેઓ મોક્ષમાર્ગ કહે છે, પણ તેનું સ્વરૂપ મિથ્યા
સમજવું.
હવે અન્યમત પ્રરૂપિત જ્ઞાનયોગવડે મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવીએ છીએ.
✾ જ્ઞાનયોગ મીમાંસા ✾
એક અદ્વૈત – સર્વવ્યાપી પરમબ્રહ્મને જાણવો, તેને જ્ઞાન કહે છે. તેનું મિથ્યાપણું તો
પહેલાં જ કહ્યું છે.
વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મસ્વરૂપ માનવો, કામ – ક્રોધાદિક વા શરીરાદિકને ભ્રમરૂપ
જાણવાં તેને જ્ઞાન કહે છે, પણ એ ભ્રમ છે. જો પોતે શુદ્ધ છે તો મોક્ષનો ઉપાય શા માટે
કરે છે? પોતે શુદ્ધ બ્રહ્મ ઠર્યો ત્યારે કર્તવ્ય શું રહ્યું? પોતાને પ્રત્યક્ષ કામ – ક્રોધાદિક થતા દેખાય
છે તથા શરીરાદિકનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનો અભાવ થશે ત્યારે થશે, પરંતુ
વર્તમાનમાં એનો સદ્ભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય?
વળી તેઓ કહે છે કે — ‘‘મોક્ષનો ઉપાય કરવો એ પણ ભ્રમ છે. જેમ દોરડી તે દોરડી
જ છે, તેને સર્પ જાણ્યો હતો તે ભ્રમ હતો – એ ભ્રમ મટતાં તે દોરડી જ છે; તેમ પોતે તો
બ્રહ્મ જ છે, પણ પોતાને અશુદ્ધ માન્યો હતો એ જ ભ્રમ હતો. ભ્રમ મટતાં પોતે બ્રહ્મ જ
છે.’’ એમ કહેવું પણ મિથ્યા છે. જો પોતે શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ
ખરો, પણ પોતે કામ – ક્રોધાદિ સહિત અશુદ્ધ થઈ રહ્યો છે, તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ
શાનો? શુદ્ધ જાણે તો ભ્રમ હોય ભ્રમથી પોતાને જૂઠો શુદ્ધ માનવાથી શું સિદ્ધિ છે?
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૧૯