છે. એ પણ મિથ્યા છે. કારણ કે – સર્વ પદાર્થ સમાન નથી. કોઈ ચેતન છે, કોઈ અચેતન છે,
તથા કોઈ કેવા છે, કોઈ કેવા છે, તેને સમાન કેવી રીતે માનીએ? માટે પરદ્રવ્ય ઇષ્ટ – અનિષ્ટ
ન માનવાં એ રાગ – દ્વેષનો ત્યાગ છે, પણ પદાર્થોના વિશેષો જાણવામાં તો કાંઈ દોષ નથી.
એ જ પ્રમાણે બીજા પણ મોક્ષમાર્ગરૂપ ભાવોની તેઓ અન્યથા કલ્પના કરે છે, વળી
એવી કલ્પનાથી તેઓ કુશીલ સેવે છે, અભક્ષ્યભક્ષણ કરે છે, વર્ણાદિ ભેદ કરતા નથી, તથા
હીનક્રિયા આચરે છે, ઇત્યાદિ વિપરીતરૂપ પ્રવર્તે છે. જ્યારે કોઈ પૂછે ત્યારે કહે છે કે – ‘‘આ
તો શરીરનો ધર્મ છે, અથવા જેવું પ્રારબ્ધ છે તેમ થાય છે, અથવા જેવી ઈશ્વરની ઇચ્છા હોય
છે તેમ થાય છે, તેમાં અમારે વિકલ્પ ન કરવો.’’
જુઓ તો ખરા, પોતે જાણવા છતાં જૂઠરૂપ પ્રવર્તે છે, તેને તો શરીરનો ધર્મ બતાવે
છે; જ્યાં પોતે ઉદ્યમી બની કાર્ય કરે છે, તેને પ્રારબ્ધ કહે છે; પોતે ઇચ્છાપૂર્વક સેવે તેને
ઈશ્વરની ઇચ્છા બતાવે છે, તથા વિકલ્પ કરે અને કહે કે – અમારે તો વિકલ્પ ન કરવો. પણ
માત્ર ધર્મનો આશ્રય લઈ વિષય – કષાય સેવવા છે માટે જ તે આવી જૂઠી યુક્તિ બનાવે છે.
જો પોતાના પરિણામ કિંચિત્ પણ તેમાં ન મેળવે, તો અમે તેનું કર્તવ્ય ન માનીએ. જેમ પોતે
ધ્યાન ધરી બેઠો હોય, અને કોઈ પોતાના ઉપર વસ્ત્ર નાખી જાય, ત્યાં પોતે જો કિંચિત્ પણ
સુખી ન થાય, તો ત્યાં તેનું કર્તવ્ય નથી એ સાચું, પણ જ્યાં પોતે વસ્ત્રને અંગીકાર કરી પહેરે,
અને પોતાની શીતાદિક વેદના મટાડી સુખી થાય, ત્યાં જો પોતાનું કર્તવ્ય ન માને તો એ કેમ
બને? વળી કુશીલસેવન, અભક્ષ્યભક્ષણ ઇત્યાદિ કાર્ય તો પરિણામ મળ્યા વિના થતાં જ નથી,
ત્યાં પોતાનું કર્તવ્ય કેવી રીતે ન માનીએ? જો કામ – ક્રોધાદિનો અભાવ જ થયો હોય તો ત્યાં
કોઈ ક્રિયાઓમાં પ્રવૃત્તિ સંભવે જ નહીં તથા જો કામ – ક્રોધાદિક હોય, તો જેમ એ ભાવો ઘટતા
જાય તેમ પ્રવૃત્તિ કરવી. પણ સ્વચ્છંદી બની તેને વધારવા યોગ્ય નથી.
✾ પવનાદિ સાધાન વMે જ્ઞાની હોવાનો પ્રતિષેધા ✾
વળી કેટલાક જીવો પવનાદિકના સાધન વડે પોતાને જ્ઞાની માને છે. ત્યાં ઇંડા – પીંગળા –
સુષુમ્ણારૂપ નાસિકાદ્વાર વડે પવન નીકળે, ત્યાં વર્ણાદિક ભેદોથી પવનને જ પૃથ્વીતત્ત્વાદિરૂપ
કલ્પના કરે છે. તેના વિજ્ઞાનવડે કંઈક સાધનાથી નિમિત્તનું જ્ઞાન થાય, જે વડે તે જગતને ઇષ્ટ –
અનિષ્ટ બતાવે અને પોતાને મહંત કહેવડાવે. પણ એ તો લૌકિક કાર્ય છે, એ કાંઈ મોક્ષમાર્ગ
નથી. જીવોને ઇષ્ટ – અનિષ્ટ બતાવી તેમનાં રાગ – દ્વેષ વધારે અને પોતાને માન – લોભાદિક
ઉપજાવે તેમાં શું સિદ્ધિ છે?
પ્રાણાયામાદિક સાધન કરે, પવનને ચઢાવી સમાધિ લગાવી કહે છે, પણ એ તો જેમ
નટ સાધનાવડે હસ્તાદિક વડે ક્રિયા કરે છે, તેમ અહીં પણ સાધનાથી પવનવડે ક્રિયા કરી
હસ્તાદિક અને પવન એ તો શરીરનાં જ અંગ છે. તેની સાધનાથી આત્મહિત કેમ સધાય?
પાંચમો અધિકારઃ અન્યમત નિરાકરણ ][ ૧૨૧