તું કહીશ કે — ‘‘ત્યાં મનનો વિકલ્પ મટી સુખ ઊપજે છે, અને યમને વશીભૂતપણું થતું
નથી.’’ પણ એ મિથ્યા છે. જેમ નિદ્રામાં ચેતનાની પ્રવૃત્તિ મટે છે તેમ પવનસાધનાથી અહીં
ચેતનાની પ્રવૃત્તિ મટે છે. ત્યાં મનને રોકી રાખ્યું છે; પણ કાંઈ વાસના તો મટી નથી, તેથી ત્યાં
મનનો વિકલ્પ મટ્યો ન કહેવાય, અને ચેતના વિના સુખ કોણ ભોગવે છે? તેથી સુખ ઊપજ્યું
ન કહેવાય. વળી એ સાધનાવાળા તો આ ક્ષેત્રમાં થયા છે, તેમાં કોઈ અમર દેખાતા નથી. અગ્નિ
લગાવતાં તેનું મરણ થતું દેખાય છે, માટે તે ‘‘યમના વશીભૂત નથી’’ એ કલ્પના જૂઠી છે.
વળી જ્યાં સાધનામાં કંઈક ચેતના રહે અને ત્યાં સાધનાથી શબ્દ સાંભળે તેને તે
‘‘અનાહત’’ શબ્દ બતાવે છે. તે તો જેમ વીણાદિકના શબ્દ સાંભળવાથી સુખ માનવું થાય છે,
તેમ તેના સાંભળવાથી સુખ માનવા જેવું છે. એ તો માત્ર વિષયનું પોષણ થયું, પણ પરમાર્થ
તો કાંઈ પણ ન ઠર્યો. વળી પવનના નીકળવા – પેસવામાં ‘‘सोहं’’ એવા શબ્દની કલ્પના કરી
તેને તેઓ ‘અજપા જાપ’ કહે છે, પણ તે તો જેમ તેતરના શબ્દમાં ‘તું હી’ શબ્દની કલ્પના
કરે છે, કાંઈ અર્થને અવધારી એ તેતર એવો શબ્દ કહેતું નથી. તેમ અહીં ‘‘सोहं’’ શબ્દની
કલ્પના છે. કાંઈ પવન અર્થને અવધારી એવો શબ્દ રહેતો નથી. વળી શબ્દને જપવા –
સાંભળવાથી જ કાંઈ ફળપ્રાપ્તિ નથી, પણ અર્થ અવધારવાથી ફલપ્રાપ્તિ થાય છે.
‘‘सोहं’’ શબ્દનો તો એ અર્થ છે કે – ‘‘તે હું છું.’’ હવે અહીં એવી અપેક્ષા જોઈએ
કે – ‘‘તે’’ કોણ? તેનો નિર્ણય કરવો જોઈએ. કારણ કે – ‘‘तत्’’ શબ્દને અને ‘‘यत्’’ શબ્દને
નિત્યસંબંધ છે. તેથી વસ્તુનો નિર્ણય કરી તેમાં અહંબુદ્ધિ ધારવામાં ‘‘सोहं’’ શબ્દ બને છે.
ત્યાં પણ જ્યાં પોતાને પોતારૂપ અનુભવે છે, ત્યાં તો ‘‘सोहं’’ શબ્દ સંભવતો નથી, પણ અન્યને
પોતાનું સ્વરૂપ બતાવવામાં ‘‘सोहं’’ શબ્દ સંભવે છે. જેમ કોઈ પુરુષ પોતાને પોતારૂપ જાણે
ત્યાં તે ‘‘તે હું છું’ એવું શા માટે વિચારે? પણ કોઈ અન્ય જીવ કે જે પોતાને ન ઓળખતો
હોય, તથા કોઈ પોતાનું લક્ષણ ન ઓળખતો હોય, ત્યારે તેને એમ કહેવાય કે – ‘‘જે આવો
છે તે હું છું.’’ એ જ પ્રમાણે અહીં જાણવું.
વળી કોઈ લલાટ, ભ્રમર અને નાસિકાના અગ્રભાગ દેખવાના સાધનવડે ત્રિકૂટી આદિનું
ધ્યાન થયું કહી પરમાર્થ માને છે. ત્યાં નેત્રની પૂતળી ફરવાથી કોઈ મૂર્તિક વસ્તુ દીઠી એમાં
શું સિદ્ધિ છે? વળી એવાં સાધનોથી કિંચિત્ ભૂત – ભવિષ્યાદિકનું જ્ઞાન થાય, વચનસિદ્ધ થાય,
પૃથ્વી – આકાશાદિકમાં ગમનાદિકની શક્તિ ઉત્પન્ન થાય, વા શરીરમાં આરોગ્યાદિક થાય, તોપણ
એ બધાં લૌકિક કાર્યો છે. દેવાદિકમાં એવી શક્તિ સ્વયં હોય છે, તેનાથી કાંઈ પોતાનું ભલું
થતું નથી, પણ ભલું તો વિષયકષાયની વાસના મટતાં જ થાય છે. અને એ તો વિષય – કષાય
પોષવાના ઉપાય છે; એથી એ બધાં સાધન કાંઈ પણ હિતકારી નથી. એમાં કષ્ટ ઘણું છે,
મરણાદિ સુધી પણ થઈ જાય છે અને હિત સધાતું નથી, માટે જ્ઞાની પુરુષ એવો વ્યર્થ ખેદ
કરતા નથી. કષાયી જીવો જ એવા સાધનમાં લાગે છે.
૧૨૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
16